હળવે હૈયે...

હાસ્ય-જોકસ

Wednesday 12th February 2020 05:59 EST
 
 

પતિએ ૨૦૧૦માં ૪ લાખ રૂપિયાની કાર લીધેલી...
પત્નીએ ૪ લાખ રૂપિયાના ઘરેણા લીધેલા...
આજે કારની રિસેલ વેલ્યુ ૧ લાખ રૂપિયા છે.
અને પત્નીના ઘરેણાના રિસેલ વેલ્યુ ૧૬ લાખ રૂપિયા છે... મતલબ કે પત્નીની ખરીદીમાં જ સમજદારી છે.

યમરાજઃ ચાલ જીગા, હું તને તેડવા આવ્યો છું.
જીગોઃ પણ મારી તો ઉંમર ય નથી થઈ અને હું તો પાછો તંદુરસ્ત છું.
યમરાજઃ તું મોબાઈલ લોક કર્યા વગર ઘરે ભૂલીને આવ્યો છે અને તારી પત્ની તારા મેસેજ વાંચી રહી છે..
જીગોઃ લ્યો તો પછી હાલો નીકળીએ!

ગુજરાતી ભાષામાં કાનો અને માત્રાનું બહુ ધ્યાન રાખવું જરૂરી છેઃ
પતિ તેની પત્નીને એવું પૂછવા માગતો હતો કે ‘કેમ છે માથાનો દુખાવો?’ ને પૂછાઈ ગયુંઃ
‘કેમ છો માથાનો દુખાવો’

પતિઃ આ વરસમાં તેં આ ચોથો અરીસો તોડ્યો
પત્નીઃ પણ વાંક તમારો છે...
પતિઃ અલી, વેલણ તેં ફેક્યું તો એમાં વાંક મારો કેવી રીતે ગણાય?
પત્નીઃ પણ તમે આઘા કેમ ખસી જાવ છો?

કોર્ટમાં એક્સિડન્ટનો એક કેસ ચાલતો હતો.
જજઃ શું સબૂત છે કે તું કાર ધીમે ચલાવતો હતો?
આરોપીઃ સાહેબ, હું મારી પત્નીને તેડવા માટે મારા સાસરે જતો હતો.
જજઃ છોડી દો, આ માસૂમને...

પત્નીઃ અરે બંદૂક લઈ દરવાજે કેમ ઊભા છો?
પતિઃ સિંહનો શિકાર કરવા જવું છે.
પત્નીઃ તો જતા કેમ નથી?
પતિઃ પણ બહાર દરવાજે કૂતરું બેઠું છે ને...

યુવતી પરફ્યુમ લગાવીને બસમાં ચઢી એટલે એક યુવકે કોમેન્ટ કરીઃ ‘આજકાલ ફિનાઈલનો ઉપયોગ વધુ પડતો થાય છે.’
યુવતીઃ તો ય માખી-મચ્છર પીછો નથી છોડતા...

જિગો છોકરી જોવા માટે ગયો
ભૂરોઃ જિગા છોકરી કેવી હતી? તને ગમી કે નહીં?
જિગોઃ વાત જ જવા દે... દેખાવમાં નોકિયા ૧૧૦૦ મોબાઈલ જેવી હતી પણ તેનો ઇગો આઇફોન એક્સ જેવો હતો.

ફાઈવસ્ટાર હોટેલમાં જઈને હરિતે વેઇટરને ચાનો ઓર્ડર આપ્યો, થોડી વારમાં વેઇટર આવ્યો અને ટ્રેમાં ગરમ પાણી, ટી-બેગ, શૂગર, ક્યુબ અને મિલ્ક પાવડર મૂકી ગયો. હરિતે જેમ તેમ કરીને ચા બનાવી.
વેઇટરે થોડી વાર પછી પૂછ્યું. ‘સર, કાંઈ બીજું લેશો?’
હરિત બોલ્યો, ‘ઇચ્છા તો ભજીયા ખાવાની છે પણ તને કહીશ તો તેલ, પેણી, બેસન, નમક અને સગડી લાવીને મૂકી દઇશ... એટલે રહેવા દે કાંઈ નથી જોતું.’

દીનુભાઈ કહે કે મારે ચાર દીકરા છે.
પહેલો દીકરો એમબીએ છે.
બીજો દીકરો એમસીએ છે.
ત્રીજો દીકરો પીએચ.ડી. છે.
ચોથો દીકરો ચોર છે.
મનુભાઇ કહે, ‘તો એ ચોરને ઘરમાંથી કાઢી કેમ નથી મૂકતાં?’
દીનુભાઇઃ અરે, એની કમાણી પર જ તો ઘર ચાલે છે. બાકી ત્રણ તો બેરોજગાર છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter