મંદિરની આરતી બાદ પૂજારી પ્રસાદ આપતા હતા!
મેં હાથ ધર્યો તો તેમણે મારી હથેળીમાં બે ટીપાં નાંખ્યા...
મેં કહ્યું, ‘પૂજારીજી, આ કડવું કડવું શું આપ્યું હતું? મારે તો પ્રસાદ જોઇએ છે...’
પૂજારીઃ અરે બેટા, એ તો સેનેટાઈઝર હતું, પ્રસાદ આપવાનો તો હજુ બાકી છે.
•
પેશન્ટ રવિવારે દવાખાને ગયો.
ડોક્ટરને કહ્યું, ‘મારી પત્ની બહુ કચકચ કરે છે, કશું માનતી જ નથી. કોઈ ઈલાજ બતાવો?’
ડોક્ટરઃ ઈલાજ હોત તો હું શું કરવા રવિવારે દવાખાનું ખોલીને બેઠો હોત?
•
રમેશઃ સુરેશ, તું કેમ ઓપરેશન ટેબલ પરથી ઊભો થઈ ગયો?
સુરેશઃ નર્સને બોલતી સાંભળીને!
રમેશઃ અરે, નર્સે એવું તે શું કહ્યું?
સુરેશ નર્સ સતત બોલતી હતી - ડોન્ટ ગેટ નર્વસ, ડોન્ટ બી અફ્રેડ. બી સ્ટ્રોંગ, ધીસ ઈઝ અ સ્મોલ ઓપરેશન ઓન્લી...
રમેશઃ તો આમાં નર્સે તને ખોટું શું કીધું?
સુરેશઃ તે આ બધું ડોક્ટરને કહેતી હતી.
•
જો તમને નીચેમાંથી કોઈ પણ સમસ્યા જણાય...
૧) માથું ભારે લાગવું
૨) કળતર
૩) અનિંદ્રા
૪) ચક્કર આવવા
૫) કામ ન કર્યું હોવા છતાં થાક લાગવો
૬) ચિડચિડિયો સ્વભાવ
૭) ભોજન બેસ્વાદ લાગવું વગેરે વગેરે...
... તો તે કોરોનાનાં લક્ષણો નથી પણ તમે શેરબજારમાં રોકાણ કર્યું છે.
•