હળવે હૈયે...

હાસ્ય-જોક્સ

Wednesday 06th May 2020 07:02 EDT
 
 

છગન (મગનને)ઃ લોકડાઉન ખૂલે પછી પહેલું કામ શું કરીશ?
મગનઃ લોકડાઉન ખૂલે એટલે સૌથી પહેલા એ લોકોને ગોતવા છે જેણે મને સાલ મુબારક કહેલું.

પતિએ પત્નીને કહ્યુંઃ ૧૫ દિવસથી તારા હાથનું ખાઈ-ખાઈને કંટાળી ગયો છું.
પત્નીઃ તો બહાર જઈને પોલીસના હાથે ખાઈ આવો. ચેન્જ મળી જશે.
પતિઃ હેં!?

છગન (મગનને)ઃ પત્ની એક જ સ્થિતિમાં હાર સ્વીકારે છે.
મગનઃ કઈ?
છગનઃ જો એ હાર સોનાનો હોય તો.

ચંગુએ મંગુને પૂછ્યુંઃ જિંદગીમાં તું કેટલી વાર નિષ્ફળ ગયો છે?
મંગુઃ ક્યારેય નહીં.
ચંગુઃ એ કેવી રીતે બની શકે ?
મંગુઃ મેં કદી કોશિશ જ નથી કરી પછી નિષ્ફળ જવાનો સવાલ જ ક્યાં આવે?

ચંગુઃ અરે, મંગુ જલદી ચાલ, આપણે શાંતિ અને અહિંસાના પ્રદર્શનમાં ભાગ લેવા જવું છેને?
મંગુઃ ના રે, હું નથી આવતો.
ચંગુઃ સીધી રીતે સાથે ચાલ, નહીં તો તારી બત્રીસી તોડી નાખીશ.

ટીચરઃ આ બ્રિટાનિયા ટાઈગર બિસ્કીટ પર જે લીલા રંગનું ટપકું દેખાય છે, એનો અર્થ શું છે?
ચિન્ટુઃ ટીચર, એનો અર્થ એ થાય કે ટાઈગર ઓનલાઈન છે.

સંતા ટીવી જોતો હતો.
અચાનક તે મોટે-મોટેથી બૂમો પાડવા લાગ્યોઃ ‘ના, ના, ઘોડા ઉપરથી નીચે ના ઉતરીશ. ના ઉતરીશ ગાંડા. તારા માટે જાળ બિછાવી છે. હવે મરવાનો થયો છે.’
એટલામાં તેની પત્ની બહાર આવી અને બોલી, ‘અરે, આટલી મોટે મોટેથી બૂમો પાડીને શું જુવો છો?’
સંતાઃ ‘અરે યાર, આપણા મેરેજનો વિડીયો!’

એક વાર ટીચરે સ્ટુડન્ટને કહ્યું, ‘તું બીજા નંબરે પાસ થયો તો પણ કેમ હસે છે?’
સ્ટુડન્ટે જવાબ આપ્યોઃ ‘હું એ વિચારું છું કે મારો બીજો નંબર આવ્યો કેવી રીતે?’

એક વાર બંતા દોડતો દોડતો સંતા પાસે આવ્યો અને બોલ્યો, ‘જલ્દી જા, તારા ઘરમાં પાણી ઘૂસી ગયું છે.’
સંતાઃ ચિંતા ના કર. કંઈ નહીં થાય. ઘરે લોક છે અને ચાવી મારી જોડે છે.

રમેશઃ મને અને મારી પત્નીને કોઈ જુદા ન પાડી શકે.
સુરેશઃ એ તો સારી બાબત કહેવાય કે તમારા બંનેમાં બહુ પ્રેમ છે.
રમેશઃ અરે ના, ના, અમે બંને ઝઘડીએ ત્યારની વાત છે.’

મેં છાપામાં જાહેરખબર વાંચી ‘શું તમે આલ્કોહોલિક છો? તો મદદ માટે અમને ફોન કરો...’
મેં ફોન કર્યો.
- એ નંબર એક બૂટલેગરનો હતો! એણે કહ્યું હમણાં પાંચ બોતલ પર એક ફ્રીની ઓફર ચાલે છે...


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter