હળવે હૈયે...

હાસ્ય - જોક્સ

Wednesday 13th May 2020 05:16 EDT
 
 

ઘાટ અને ઘડામણ
સોનાને તપાવવાથી ઘરેણું બને છે
તાંબાને ટીપવાથી તાર બને છે.
પથ્થરને દબાવેવાથી હીરો બને છે.
પણ તપાવેલો, ટીપેલો, દબાવેલો માણસ...
આખરે ‘પતિ’ બને છે !

એક સરકારી હોસ્પિટલમાં એક વડીલ અંતિમ શ્વાસ લઇ રહ્યા હતા. આજુબાજુ એના કુટુંબીઓ ભેગા થયા હતા.
ડોસો કહેતો હતો, ‘બેટા મોહન, મારા ગયા પછી તું નવરંગપુરાના જેટલા બંગલા છે એ લઈ લેજે...’
‘બેટા ગિરીશ, વસ્ત્રાપુર એરિયામાં રો-હાઉસ હવે તું રાખજે...’
‘અને બેટા રાજેશ, સેટેલાઇટ એરિયાના બારે બાર ફલેટ તું સાચવજે હોં...’
એક નર્સ આ બધું ઊભી ઊભી સાંભળતી હતી. એણે દીકરાઓને કહ્યું, ‘વાહ, તમારા પિતા તો બહુ પૈસાદાર લાગે છે.’
દીકરાઓ કહે, ‘ધૂળ પૈસાદાર? એ તો દૂધ વેચવાનો ધંધો કરતા હતા.’

સવાલોનો સામનો
પતિઓ શા માટે પત્નીઓના સવાલોના જવાબ આપવાનું ટાળે છે? જુઓ ઉદાહરણ...
પત્નીઃ જો હું મરી જાઉં તો તમે શું કરશો? તમે બીજાં લગન કરશો?
પતિઃ ના.
પત્નીઃ કેમ? તમને પરણેલા હોવાનું નથી ગમતું?
પતિઃ ના ના, ગમે છે ને?
પત્નીઃ તો પછી બીજા લગ્ન કેમ નહિ કરો? એકલા એકલા જલ્સા કરવા મળે એટલે જ ને?
પતિઃ ના ના, એવું નથી. ઠીક છે, ચાલ બીજાં લગ્ન કરીશ, બસ?
પત્નીઃ તો નવી બૈરી જોડે આ જ ઘરમાં રહેશો?
પતિઃ હા હા, ઘર તો સરસ છે. તેં જ સજાવ્યું છે.
પત્નીઃ એને મારી કારમાં પણ બેસાડશો?
પતિઃ હા હા, તારી કાર કેટલી સરસ છે...
પત્નીઃ તો એને મારા ઘરેણાં નહિ આપો?
પતિઃ ઓફ કોર્સ, તારાં ઘરેણાં તો કેટલાં સુપર્બ છે. એ ખુશ થઇ જશે.
પત્નીઃ તો તો મારાં સેન્ડલ બી એને ગમશે ને!
પતિઃ હા, પણ એની સાઇઝ ૭ નહિ ૬ છે.
(સન્નાટો...)
પતિઃ (મનમાં) ઓ....હ!!!

છગન એના મિત્ર મગનને ત્યાં મુંબઈમાં અમદાવાદથી મહેમાન તરીકે રહેવા આવ્યો. છગન એટલા બધા દિવસ મગનને ત્યાં રહ્યો કે મગન કંટાળી ગયો.
છેવટે છગન પાછો જાય એટલા માટે મગને એક દિવસ આડકતરી રીતે કહ્યું, ‘તમારા બૈરી છોકરાંઓ હવે તમને યાદ કરતા હશે.’
‘બહુ સારું કર્યું કે તમે યાદ કરાવ્યું.’ છગન બોલ્યો અને કહ્યું, ‘આજે જ એમને ફોન કરીને બોલાવી લઉં છું.’

સન્તાઃ યાર, મૈં કોઈ ભી કામ કરું તો બીવી બીચ મેં આ જાતી હૈ! ક્યા કરું?
બન્તાઃ તૂ ટ્રક ચલા કે દેખ!

ભિખારીઃ ભગવાન કે નામ પે એક રૂપિયા દે દો!
સંતાઃ રોડ પર ભીખ માંગતા શરમ નથી આવતી?
ભિખારી અકળાઈને બોલ્યોઃ ‘તો શું તારા એક રૂપિયા માટે ઓફિસ ખોલીને બેસું?’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter