હળવે હૈયે...

હાસ્ય-જોક્સ

Wednesday 27th May 2020 07:05 EDT
 
 

લોકડાઉનમાં ઘરમાં બેઠેલી પત્નીએ પતિને કીધું...
પત્નીઃ એવો કયાં કાયદો છે કે રોજ મારે જ તમને રસોઈ કરીને જમાડવાના...
પતિઃ દુનિયાનો નિયમ છ કે કેદીને સરકાર જ જમાડે.

પત્નીએ આંગળીનો ઈશારો કરીને પતિને બોલાવ્યો
પતિઃ બોલ શું કામ છે?
પત્નીઃ કામ તો કંઈ નથી... આ તો જરાક આંગળીનો પાવર ચેક કરતી હતી.

જિગાએ એક લાઈવ રેડિયો સ્ટેશને ફોન કર્યો.
જિગોઃ હેલો, આ રેડિયો સ્ટેશન જ છે?
આરજેઃ હા બોલો શું કામ હતું?
જિગોઃ મારો અવાજ હંધાય હાંભળે છે?
આરજેઃ હા હા બોલો
જિગોઃ અટલે મારા ઘરમાં મારો નોકર જીવલો છે ઈ પણ આ હાંભળતો હઈશે ને?
આરજે કંટાળીને બોલ્યોઃ હા ભઈ હા...
જિગો મોટેથી બોલ્યોઃ અલ્યા જીવલા ક્યાં મરી ગ્યો છો? જો તું હાંભળતો હોય તો જલ્દી પાણીની મોટર ચાલુ કર્ય, હું ઉપર બાથરૂમમાં છું અને પાણી વઈ ગ્યું છે.

પિંકીએ તેની ફ્રેન્ડ ચિંકીને કહ્યું, ‘મારી પાડોશણ મને રોજ હેરાન કરતી હતી, જ્યારે જ્યારે અમારી સોસાયટીમાં કોઈના મેરેજ હોય ત્યારે ત્યારે મારા ગાલ ખેંચીને કહેતી કે હવે તારો વારો, હવે તારો વારો! હવે મેં એની ટેવ બદલી નાંખી છે.’
ચિંકીઃ એ કેવી રીતે?
પિંકીઃ અમારી સોસાયટીમાં જ્યારે પણ કોઈનું અવસાન થાય છે તો હું એમના ગાલ ખેંચીને કહું કે ‘હવે તમારો વારો, હવે તમારો વારો.’

ગાંધીજીએ એક ગરીબ માણસને કોર્ટના કેસમાં બચાવ્યો. કેસ પત્યા પછી ગરીબ બોલ્યો ‘બાપુ, જ્યારે તમે નહિ હો ત્યારે અમારા જેવાને કોણ બચાવશે?’
બાપુએ રહસ્યમય સ્મિત કરતા કહ્યુંઃ ‘મારા ફોટાવાળી નોટો!’

છોકરો સ્કૂલેથી આવીને કહેવા લાગ્યો, ‘પપ્પા આપણે લોકો બહુ ટુંક સમયમાં પૈસાદાર થઇ જઇશું!’
પપ્પાઃ કેવી રીતે?
છોકરોઃ કાલે સ્કૂલમાં અમારા ગણિતના ટીચર રૂપિયાને ડોલરમાં કઇ રીતે બદલવા એ શીખવવાના છે!

વાઇફઃ આઇ હેટ યુ.
હસબન્ડઃ વોટ અ કો-ઇન્સીડન્સ!

એક નોકરે પોતાના કંજૂસ માલિકને કહ્યું, ‘શેઠ મને કાલે સપનું આવ્યું કે તમે મને પચ્ચીસ રૂપિયા આપ્યા.’
કંજૂસ માલિકઃ સારી વાત છે. આવતા મહિને તારા પગારમાંથી કપાઈ જશે.

બે મિત્રો એક જ ધોરણમાં બીજી વાર નાપાસ થયા.
પહેલો મિત્રે બીજાને કહ્યું, ‘ચલ યાર હવે તો આપઘાત જ કરી લઈએ. આ ભણવાનું તો બહુ અઘરું છે...’
બીજો મિત્રઃ ગાંડો થઈ ગયો છે કે શું? આવતા જનમમાં ફરીથી જુનિયર કેજીથી ભણવાનું શરૂ કરવું પડશે?’

પત્નીએ પતિને પૂછ્યુંઃ ‘ઘરમાં સુખ-શાંતિ અને આનંદ રહે તે માટે કયું વ્રત રાખું?’
પતિએ કહ્યું, ‘મૌન વ્રત.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter