હળવે હૈયે...

Wednesday 03rd June 2020 08:38 EDT
 
 

ચિન્ટુઃ (પપ્પાને)ઃ પપ્પા, કાલે આપણે માલામાલ થઈ જશું.
પપ્પાઃ કેમ?
લલ્લુઃ કાલે ટીચર પૈસાને રૂપિયામાં બદલતા શીખવવાના છે.

ભૂરોઃ પપ્પા એક સમસ્યા છે?
પિતાઃ શું થયું દીકરા?
ભૂરોઃ પપ્પા, મેં હમણાં વાંચ્યું કે ત્રેતા યુગમાં પ્રહલાદ તેના પિતાનું કહ્યું માનતો નહોતો અને મહાન બન્યો.
પિતાઃ હા તો?
ભૂરોઃ તો મારે તમારી દરેક વાત માનવાની કે નહીં?
પિતાઃ બેટા, આ કળિયુગ છે. અત્યારે તો આપણે તારી મમ્મીનું જ માનવું પડે.

જિગોઃ તારા આજના સમોસામાં ગઈકાલ જેવો ટેસ્ટ નથી.
લીલીઃ કેમ?
જિગોઃ ખબર નથી પણ ચોક્કસ ગઈકાલ જેવી મજા નથી આવતી.
લીલીઃ એક કામ કરો. તમારી જીભ ચેક કરાવી આવો, સમોસા તો ગઈકાલના જ છે, તમારી જીભમાં તકલીફ થઈ હશે.

ચંપાઃ તમને મારી સુંદરતા ગમે છે કે મારા સંસ્કાર?
જિગોઃ મને તો મજાક કરવાની તારી આ આદત વધારે ગમે છે.

જિગોઃ તારી પત્ની તો સતત બોલતી હતી, શાંત કેવી રીતે થઈ ગઈ?
ભૂરોઃ મારી પાસે ખતરનાક આઈડિયા હતો.
જિગોઃ પણ કર્યું શું જલ્દી બોલ?
ભૂરોઃ લોકડાઉન ચાલુ થયું ત્યારથી હું જે મસાલો ખાતો હતો તેના રોજ બે-બે દાણા એને ચાખવા આપતો. હવે એ જાતે જ આખો મસાલો ખાય છે અને ચૂપચાપ બેસી રહે છે.

ચંપાઃ પેલી છાજલી પરથી બેગ ઉતારી આપો.
જિગોઃ કેમ?
ચંપાઃ મારો હાથ ટૂંકો પડે છે.
જિગોઃ તો જીભ ટ્રાય કર!

ભૂરોઃ લોકડાઉનથી જિંદગીમાં શું ફરક પડ્યો હોય તેવું લાગે છે?
જિગોઃ પહેલી વાર એવો સમય આવ્યો છે કે, માનવીએ જીવવા માટે પૈસા કમાવાનું છોડી દીધું.

જિગોઃ કોરોના વિશે તું ભગવાનને શું પ્રાર્થના કરશે?
ભૂરોઃ હે પ્રભુ ૨૦૨૦ને Uninstall કરીને ફરીથી Install કરી દો, આમાં વાઈરસ છે’

જિગોઃ આ તારા માથામાં શું વાગ્યું?
ભૂરોઃ ઘરમાં રહી રહીને પત્ની સાથે એવી ગાઢ દોસ્તી થઈ ગઈ કે ન કહેવાનું કહેવાઈ ગયું.
જિગોઃ પણ શું કહેવાઈ ગયું?
ભૂરોઃ વાતો વાતો કરતા કરતા ભૂલથી ગર્લફ્રેન્ડ વિશે કહી દીધું.

ભૂરોઃ આ પાનના ગલ્લાં તો ખૂલ્યા પણ ત્યાં બેસીને પાન ખાવાનું નહીં અને સિગારેટ પીવાની નહીં આવું કેવી રીતે થાય?
જિગોઃ કેમ? સોશિયલ ડિસ્ટન્સિંગ નહીં રાખવાનું?
ભૂરોઃ જરૂર રાખવાનું, પણ જો થોડીક રાહત આપી દોત તો ઘણો લાભ થયો હોત.
જિગોઃ કેવી રીતે?
ભૂરોઃ કોરોનાને હરાવવાના ઘણા ઉપાયો તો ત્યાં જ ચર્ચા હોત અને શોધાયા હોત.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter