હળવે હૈયે...

Wednesday 20th March 2019 06:33 EDT
 

એક માણસ લાયબ્રેરીમાં ગયો અને આપઘાત વિશે પુસ્તક માંગ્યું. લાયબ્રેરીયને તેને પગથી માથા સુધી જોઈને સવાલ પૂછયો, ‘આપું તો ખરો પણ તે કોણ પાછું આપી જશે તે કહેવું પડશે!’

બેરોજગારીની હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે કોઈએ કહ્યું: દરિયામાં ભરતી આવે છે.
... અને કેટલાંક એન્જિનિયરો સર્ટિફિકેટ લઈને દરિયાકાંઠે પહોંચી ગયા.

પત્ની રાત્રે ઊંઘતી વખતે મારી સામે મોઢું રાખજો
પતિઃ કેમ?
પત્નીઃ મને ઊંઘમાં ખરાબ સપનું આવે તો બીક લાગે છે...
પતિઃ પણ મને આખી રાત ઊંઘ ન આવે તેનું શું?

જિગોઃ આ જમાનો કેવો બદલાઈ ગયો છે.
ભૂરોઃ કેમ?
જિગોઃ એક સમય હતો જ્યારે કોઈ એકલું એકલું બેસીને હસે તો લોકો કહેતા કે આનું ચસકી ગયું છે. હવે કોઈ હસે તો કહે છે. મને પણ ફોરવર્ડ કરને.

એક કપલે કોર્ટમાં છૂટાછેડા માટે દાવો કર્યો.
જજ: મેડમ, તમે છૂટાછેડા ગયા ગ્રાઉન્ડ પર માંગો છો?
લેડી: ગ્રાઉન્ડ માગીને મારે શું કામ સાહેબ?
લેડી: અમારી પાસે બે વીઘાં જમીન છે ને તેની પર સરસ બંગલોય છે.
જજ: અરે, હું એવું પૂછું છું કે છૂટાછેડા માગવાનો પાયો શું છે?
લેડી: પાયો તો સાહેબ એકલો સિમેન્ટ કોંક્રિટનો બનાવેલો છે. અમારું ઘર એમ કંઇ ઝટ તૂટે તેવું નથી.
જજ: અરે મેડમ હું એમ પૂછું છું કે આ છૂટાછેડાનો આધાર શું?
લેડી: કોઈ આધાર નથી. હજુ આધાર કાર્ડ આવ્યું જ નથી. આધારવાળા સાવ નક્કામા છે, મોકલતા જ નથી.
જજ (ગુસ્સે થઈ): અરે બહેન, હું તમને બે હાથ જોડી પૂછું છું કે તમે છૂટાછેડા કેમ માંગો છો?
લેડી : અરે મેં ક્યાં માંગ્યા જ છે, મારે બીજા બહુ કામ છે. છૂટા તો પતિએ માંગ્યા છે.
જજ: (પેલી લેડીના પતિ તરફ જોઇને): ભાઈ, હવે તમને પૂછુ છું કે શું કામ છૂટાછેડા માંગો છો?
પતિ : સાહેબ તમે હમણાં જે લમણાં લીધા ને એટલી વારમાં કંટાળી ગયા? મારે તો ૨૪ કલાક સાથે વીતાવવાના હોય છે.
છૂટાછેડા મંજૂર થઈ ગયા.

ચંદુઃ (બબલીને) તને મારી અંદર સૌથી સારી વાત શું લાગે છે?
બબલીઃ લોકો સમય સાથે બદલાઈ જાય છે, પણ તમે ન બદલાયા.
ચંદુઃ કેવી રીતે?
બબલીઃ આપણા મેરેજ થયા ત્યારે પણ તમે બેરોજગાર હતા અને આજે પણ બેરોજગાર છો.

પતિ-પત્ની સાથે જમવા બેઠાં. જમતાં-જમતાં પતિના ખાવામાં કાંકરો આવ્યો.
પતિઃ ભગવાને મોટી મોટી બે આંખો આપી છે, ચોખામાંથી કાંકરા નથી કાઢી શકતી?
પત્નીઃ ભગવાને તમને ૩૨ દાંત આપ્યા છે તે એક કાંકરો નથી ચાવી શકતા?

પત્નીઃ મેં સાંભળ્યું છે કે સ્વર્ગમાં પુરુષોને અપ્સરાઓ મળે છે. તો પછી સ્ત્રીઓને શું મળે?
પતિઃ કંઈ નહીં. ઉપરવાળો ખાલી દુઃખી લોકોની વાત જ માને છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter