હળવે હૈયે...

હાસ્ય

Wednesday 03rd April 2019 08:40 EDT
 

મેનેજરે માલિકને પૂછ્યું, ‘સાહેબ તમારી ઓફિસમાં પરણેલાં માણસોને જ કેમ નોકરીએ રાખો છો?
માલિકઃ કેમ કે તેમને અપમાનિત થવાની ટેવ પડી ગઈ હોય છે, અને ઘરે જવાની ઉતાવળ પણ હોતી નથી.

પતિએ પત્નીને કહ્યુંઃ તારા પિતાની દાઝેલા પર મીઠું ભભરાવવાની આદત આજે પણ ગઈ નથી.
પત્નીઃ કેમ શું થયું?
પતિઃ આજે ફરી મને ફોન કરીને પૂછ્યું, મારી દીકરી સાથે લગ્ન કરીને ખુશ તો છોને?

દરેક ખુશ પતિઓનું ‘ગજની’ના આમીર ખાન જેવું હોય છે.
પત્નીનું સાંભળે છે, સમજે છે,
અને પંદર મિનિટ પછી બધું ભૂલી જાય છે.

સંતાઃ તેરી ઓર ભાભી કી જોડી તો રામ-સિતા કી જોડી હૈ.
બંતાઃ કહાં યાર! ના તો યે ધરતી મેં સમાતી હૈ... ના હી ઈસે કોઈ રાવણ લે જાતા હૈ!

સંતાઃ તું છોકરી જોવા ગયો હતો તો કેવી લાગી?
બંતાઃ કાળી હતી અને સાંભળતી પણ
ઓછું હતી.
સંતાઃ શું કહે છે સમજ્યો નહીં, ઈંગ્લિશમાં કહે.
બંતાઃ એ ‘બ્લેક-બેરી’ હતી.

પપ્પુઃ રોજ સવારે ૫૦ છોકરીઓ મારી રાહ જુએ છે.
અપ્પુઃ અરે વાહ, પણ એ કઈ રીતે?
પપ્પુઃ હું ગર્લ્સ કોલેજની બસનો ડ્રાઈવર છું.

પતિએ પાન ખરીદીને પત્નીને ખાવા માટે આપ્યું અને ચાલવા લાગ્યો.
પત્નીઃ અરે, તમે તો લીધું જ નહીં.
પતિઃ હું એમનો એમ પણ ચૂપ રહી શકું છું.

ચંગુએ કોલેજમાં પોતાની બાજુની બેન્ચ પર બેસતી એક છોકરીને આઈ લવ યુ કહ્યું.
છોકરીએ જોરથી એક લાફો માર્યો અને બોલીઃ શું બોલ્યો, નાલાયક?
ચંગુઃ જ્યારે તેં સાંભળ્યું જ નહોતું તો શા માટે મને માર્યું.

લલ્લુ (કલ્લુને)ઃ યાર, દર વખતે ચૂંટણી આવે ત્યારે મારા મનમાં એક સવાલ થયા કરે છે.
કલ્લુઃ શું?
લલ્લુઃ ગરીબોના હક્ક માટેની લડાઈ લડતા નેતાઓ અમીર કઈ રીતે બની જાય છે?

જિગોઃ જૂની હિન્દી ફિલ્મોમાં યુવતીના
પિતા જોવા મળતા હતા તેવા પિતા હવે કેમ નથી?
ભૂરોઃ કેવા?
જિગોઃ એવા પિતા જે કહેતા હતા કે, લે આ બ્લેન્ક ચેક અને જે રકમ ભરવી હોય તે ભરીને મારી દીકરીની જિંદગીથી દૂર થઈ જા.

શિક્ષકઃ ભૂરા, તારો અને જિગાનો જવાબ આન્સરશીટમાં એક સરખો જ છે
ભૂરોઃ મેડમ, સવાલ પણ તમે સરખો જ પૂછ્યો હતો ને એક્ઝામમાં.

ભૂરોઃ વોટ્સએપ આપણને જીવનમાં કાયમ આગળ જ લઈ જાય.
જિગોઃ કેવી રીતે?
ભૂરોઃ આપણે નડિયાદ ઉતરવાનું હતું પણ વોટ્સએપ જોવામાં આણંદ આવી ગયું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter