દાદાઃ આખો દિવસ મોબાઇલ, ફેસબુક, કંટાળતો નથી? શું દાટ્યું છે એમાં?
પૌત્રઃ દાદા, એક કામ કરો, તમે તમારા જૂના ફ્રેન્ડઝ શોધો.
દાદાઃ અરે એ બધાય મારી સાથે ત્રણ-ચાર ચોપડી ભણેલા! એ લોકોને વળી આ બધું?
પૌત્રઃ દાદાજી, ટ્રાય તો કરો.
78ની ઉંમરે રમણલાલનું ફેસબુકમાં ખાતું ખૂલ્યું. અને અડધા કલાકમાં તો તેમને રૂમાલજી ઠાકોર, ત્રિભોવન ભટ્ટ, જીવણ પટેલ અને દિલુભા જાડેજાની ફ્રેન્ડ રિકવેસ્ટ આવી ગઇ. દાદાની આંખ ચમકી.
‘બેટા, જો તો આમાં શારદા સોની, ગંગા ઠકરાર અને ઊર્મિલા જોશી મળે?’
•••
જ્યોતિષીઃ અચ્છા, તો તમે તમારા પ્રેમીનું ભવિષ્ય જાણવા માગો છો?
મોનાઃ ના, ના, એનું ભવિષ્ય તો મારા હાથમાં છે. તમે ફક્ત એનો ભૂતકાળ જણાવો.
•••
એક બહેન રોજ બેન્કમાં આવે અને કોઇ કામ વગર બેઠા રહે.
મેનેજરે પૂછ્યછયુંઃ તમારે શું કામ છે? કેમ દરરોજ બેંકમાં આવો છો?
બહેનઃ મારે ઘરે કશું હોતું નથી. હું તમારા પટ્ટાવાળા મનોહર લાલની મંગેતર છું જે રીતે કોહલી, જાડેજા, રોહિતની પત્ની એમના પતિ રમતા હોય ત્યારે જોવા આવે છે. એવી રીતે હું પણ મારા પતિને જોવા અને મોટીવેટ કરવા આવું છું, જેથી તે મેનેજર બની શકે.
•••
જ્યારે તમને લાગે કે પત્ની તમને ખૂબ જ પ્રેમ કરે છે ત્યારે જમીને એની હાજરીમાં
જ પડદા પર હાથ લૂછવા, તમારા બધાં વહેમ દૂર થઇ જશે.
•••
અમુક છોકરાઓ તો છોકરીયુંના DP એવી રીતે ચેક કરે, કે જાણે ઓલા ક્રિકેટમાં થર્ડ અમ્પાયર LBW ચેક કરતા હોય!
•••
શિક્ષકઃ વર્ગમાં કેમ ક્યારેય કોઈની પણ સાથે ઝઘડવું ન જોઈએ?
વિદ્યાર્થી: કારણ કે ખબર નહીં પરીક્ષામાં કોની પાછળ નંબર આવી જાય!
•••
પત્ની: સાંભળો છો? મને સપનું આવ્યું કે તમે મારા માટે હીરાનો હાર લઈ આવ્યા.
પતિઃ ઠીક છે. ફરી ઊંઘી જા અને પહેરી લે.
•••
પત્ની રિસાઈને પિયર જતી રહી. પતિ દરરોજ તેના ઘરે ફોન કરતો હતો.
સાસુ: તમને કેટલી વખત કહ્યું કે એ પાછી નહીં જ આવે. છતાં રોજ કેમ ફોન કરો છો?
જમાઈ: સાંભળીને બહુ મજા આવે છે. એટલે!
•••
પતિનું ફેસબુક સ્ટેટ્સઃ નીલા આકાશમાં ઊંચે ઊડી ક્ષિતિજને આંબવાનું મન થાય છે આજે...
નીચે પત્નીએ કોમેન્ટ કરીઃ ધરતી પર નીચે આવો ત્યારે દૂધની થેલી લેતાં આવજો.
•••