પત્નીઃ હું તમને કેટલી સારી લાગુ છું?
પતિ: બહુ જ સારી.
પત્નીઃ ના, તો પણ, કહો કેટલી?
પતિ: એટલી સારી લાગે છે કે મને થાય છે કે તારા જેવી બીજી લઈ આવું!
•••
છોકરો: હું તારી સાથે લગ્ન નહીં કરી શકું, મને માફ કરજે.
છોકરી: કેમ? શું થયું એ તો બોલ?
છોકરો: મારા ઘરવાળા માનતા નથી.
છોકરી: કોણ છે તારા ઘરમાં?
છોકરો: મારી પત્ની અને બાળકો.
•••
ચંગુએ ગુસ્સામાં ‘હે ભગવાન, ઉઠાવી લે...’ કહ્યું એટલી વારમાં તો યમદૂત પહોંચી ગયા.
યમદૂતઃ તેં યાદ કર્યો અને હું લેવા આવ્યો.
ચંગુ: તમેય ખરા છો ને... હું મારી જાત પર આટલો ગુસ્સો પણ ના કરી શકું?
•••
પોતાના મિત્રની ખબર પૂછવા ગયેલા બે મિત્રો કલાક સુધી ખસ્યા નહીં ત્યારે કંટાળેલી પત્નીએ કહ્યું....
તમે જે નર્સની રાહ જોતા અહીં બેઠા છો એ રજા ઉપર છે!
•••
મોબાઈલમાં જેમીનાઈ જેમ હું કહું છું તેમ કરે છે...
પણ ઘરમાં જેમ મીના કહે છે તેમ હું કરું છું.
- લિ. મીનાનો પતિ.
•••
ભૂરોઃ આંખોનો કોઈ સારો ડોક્ટર હોય તો જણાવશો. બહુ તકલીફ થઈ ગઈ છે. જ્યારે પણ પાકીટ ખોલું મને અંદર કંઈ દેખાતું નથી.
•••
પત્નીઃ સાંભળો છો... આ પત્ની અને પ્રેમિકામાં એવો તો શું ફરક હોય?
પતિઃ લગભગ 30 કિલોનો!
•••
બોસઃ બધા કામ કરે છે, તમે એકલા જ બેસી રહ્યા છો!
ભૂરોઃ સાહેબ, બધાએ તમને આવતા જોયા, મેં જ ન જોયા!
•••
ભક્ત: બાબા, એન્જીનિયરિંગ કર્યું છે પણ કોઈ નોકરી નથી મળી રહી. કોઈ ઉપાય બતાવો.
બાબા: કઈ બ્રાન્ચ બેટા?
ભક્ત: કોમ્પ્યુટર...
બાબા: મારે મિકેનિકલ હતી!
•••


