હસાયરો

Tuesday 24th March 2026 05:27 EDT
 
 

કર્મચારી: મારે પગાર વધારો જોઈએ... મારી પાછળ પાંચ મોટી કંપનીઓ પડી છે!
બોસ: અરે, એવું છે? કઈ કઈ પાંચ કંપનીઓ?
કર્મચારીઃ ઈલેક્ટ્રિક, ગેસ એજન્સી, ક્રેડિટ કાર્ડ કંપની, મકાન માલિક અને પર્સનલ લોન વાળા!
•••
બોસ: તું ઓફિસમાં મોડો કેમ આવ્યો?
કર્મચારી: સાહેબ, રસ્તામાં બોર્ડ માર્યું હતુંને એટલે...
બોસઃ શું લખ્યું હતું બોર્ડ પર!
કર્મચારી: ‘આગળ સ્કુલ છે, ધીમે ચાલો!’
•••
પતિઃ જો પેલી સામેવાળી ક્યારની મને ફ્લાઈંગ કિસ આપે છે.
પત્નીઃ ચશ્મા પહેરો. એ ઊભી ઊભી સીંગના ફોતરા ઉડાડે છે.
•••
ભૂરો જખ્મી હાલતમાં પોલીસ સ્ટેશન ફરિયાદ લખાવવા પહોંચ્યો.
પોલીસે પૂછ્યછયુંઃ કોણે માર્યો આટલો?
ભૂરોઃ મારી પત્નીએ સાહેબ!
પોલીસઃ એવું તો શું ઝઘડ્યા?
ભૂરોઃ તેના મમ્મી-પપ્પા અમારા ઘરે આવ્યા હતા. એણે કહ્યું કે બહાર જઈને કંઇક લઈ આવ. તો હું રીક્ષા લઇ આવ્યો!
•••
સાંજે પતિ થાક્યોપાક્યો ઘરે આવ્યો અને પત્નીએ કચકચ શરૂ કરી દીધી.
પતિ ચિડાઈને બોલ્યોઃ આખો દિવસ ઓફિસમાં કામ કરી થાકેલો ઘરમાં આવ્યો છું. થોડીવાર ફ્રેશ તો થવા દે!
પત્નીઃ તો હું પણ દિવસભર ઘરના કામ કરી થાકી ગઈ છું, મારે ફ્રેશ ન થવું હોય?!
•••
એક કાકા બીમાર પડ્યા તો હોસ્પિટલમાં બતાવવા ગયા.
લેડી ડોક્ટર ચેકઅપ કરતા બોલીઃ ઊંડો શ્વાસ લો.
કાકાએ ઊંડો શ્વાસ લીધો.
લેડી ડોક્ટર: કેવું અનુભવાય છે?
કાકા: કયું પરફ્યુમ લગાવ્યું છે? બહુ મજા આવી ગઈ!

•••


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter