હસાયરો

Monday 13th April 2026 07:31 EDT
 
 

એક વાર પોતાના ઘરની ઓસરીમાં ટેસથી ખુરસી ઢાળીને બેઠેલા એક વૃદ્ધ માણસ પાસે પાડોશમાં નવી નવી રહેવા આવેલી કોલેજીયન યુવતી આવી. કહેઃ ‘અંકલ, હું તમને કાયમ મોજમાં જ જોઉં છું. તમારી લાંબા અને સુખી જીવનનું રહસ્ય શું છે?’
‘હું રોજ ત્રણ પાકીટ સિગરેટ પી જાઉં છું,’ વૃદ્ધ આદમીએ કહ્યું, ‘ને મને ઊંચા માંહ્યલો દારૂ પીવાનો બહુ શોખ છે. હું રોજ સારામાં સારી વ્હિસ્કી પીઉં છું.’
‘શું વાત કરો છો!’ કોલેજીયન છોકરી નવાઈ પામી ગઈ.
‘અરે, મને તળેલી ને તીખી તમતમતી વાનગીઓ પણ બહુ ભાવે.’
‘પણ તમે કસરત અને યોગાસન બહુ કરતા હશો, નહીં?'
‘ના રે ના, લાઈફમાં ક્યારેય નહીં.’
‘હેં!?’ ચકિત થઈને યુવતીએ પૂછ્યછયુંઃ ‘તમારી ઉંમર કેટલી છે?’
‘બત્રીસ વર્ષ...’
•••
નોકરી માટે આવેલા એક ઉમેદવારને પૂછવામાં આવ્યું, ‘તમારી દૃષ્ટિએ તમારો સૌથી મોટો માઈનસ પોઈન્ટ અને સૌથી મોટો પ્લસ પોઈન્ટ શું છે?’
ઉમેદવાર કહે, ‘માઈનસ પોઇન્ટમાં તો એવું છે કે હું ઘણી વાર વાસ્તવિકતા અને કલ્પના વચ્ચે ભેદરેખા દોરી શકતો નથી. મને ઘણી વાર સમજાતું નથી કે અસલી શું છે ને કાલ્પનિક શું છે.’
‘અને તમારો સૌથી મોટો પ્લસ પોઈન્ટ?’
‘વેલ, મારો સુપરપાવર...’
‘એટલે?!’
‘કેમ કે બેટમેન હું જ છુંને!’
•••
છાપું વાંચતા વાંચતા પતિએ ચિંતાતૂર અવાજમાં કહ્યું... ‘ક્યાંક આખી દુનિયા આ યુદ્વની આગમાં બળીને ખતમ ન થઇ જાય!’
પત્નીએ થોડો વિચાર કર્યો અને બોલીઃ ‘તો શું કરું.. આ વખતે અથાણું બનાવું કે નહીં?’
•••
પત્નીઃ મેં સાંભળ્યું છે કે સ્વર્ગમાં પતિ-પત્નીને સાથે રહેવા નથી દેતા.
પતિઃ સાચી વાત છે, નહીંતર એને ‘સ્વર્ગ’ કોણ કહેત?
•••
ડોક્ટરઃ તમારા પતિને બહુ આરામની જરૂર છે, આ લો ઉંઘની ગોળીઓ.
પત્નીઃ એમને ક્યારે આપવાની?
ડોક્ટર: એમને નથી આપવાની, તમારે પોતે ખાવાની છે!
•••
પત્નીઃ લગ્ન પહેલાં તમે મને કેટલી મોંઘી ગિફ્ટ આપતા હતા, હવે કેમ નથી આપતા?
પતિઃ અરે ગાંડી, તે ક્યારેય જોયું છે કે ઈલેક્શન જીત્યા પછી કોઈ પ્રચાર કરે?
•••
પત્નીઃ તમને ખબર છે, પડોશી પોતાની પત્નીને રોજ આઈસ્ક્રીમ ખવડાવે છે. તમે કેમ નથી ખવડાવતા?
પતિઃ હું શું કરવા એની પત્નીને આઈસક્રીમ ખવડાવું?!

•••


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter