હસાયરો

Wednesday 22nd April 2026 05:14 EDT
 
 

ચોમાસાને જાણે ઉતાવળ આવી ગઈ હોય તેમ ઉનાળા દરમિયાન અચાનક એક દિવસ વરસાદ પડ્યો. બાગકામના શોખીન એવા ધૂની બોસે પ્યુનને બોલાવીને કહેઃ જા, બહાર જઈને ઓફિસના કમ્પાઉન્ડના ફૂલછોડને પાણી પાઈ આવ.
પ્યુન નવાઈ પામીને કહેઃ પણ સર, વરસાદ ચાલુ છે.
બોસઃ કશો વાંધો નહીં... છત્રી લઈ જા. 
•••
એક યુવકે તેના મિત્રને પૂછયુંઃ ‘શું તારી પત્ની તારી કોઇ વાત માને છે?’
મિત્રઃ હા, જ્યારે હું કહું કે ‘તારે જે કરવું હોય એ કર’, ત્યારે એ તરત માની જાય છે!
•••
બોસ: મારે એવો માણસ જોઈએ છે જે જવાબદારી સ્વીકારી શકે.
કર્મચારી: સાહેબ, તો તો હું જ બેસ્ટ છું!
બોસ: કેવી રીતે?
કર્મચારી: ઓફિસમાં કઈ ખોટું થાય છે. તેના માટે મને જ જવાબદાર મનાય છે.
•••
શેઠ (સોહનને)ઃ મેં તને એક કામ માટે ફોન કર્યો હતો, તે સમયે તારી પત્નીએ કીધું કે તું રસોઇ બનાવી રહ્યો છે. પણ પછી તેં મને વળતો ફોન કેમ ના કર્યો?
સોહનઃ સર, મેં તમને ફોન કર્યો હતો. શેઠાણીએ કીધું કે તમે વાસણ ધોઇ રહ્યા છો.
•••
સોનુઃ યાર, આ ડોક્ટરો પ્રિસ્ક્રિપ્શન પર એવું તો શું લખે છે કે માત્ર મેડિકલ સ્ટોરવાળા જ સમજી શકે છે?
મોનુઃ તે લોકો લખે છે કે મેં તો લૂંટી લીધો છે, હવે તું પણ લૂંટી લે.
•••
પિન્ટુઃ આ રસગુલ્લાની દુકાન તારા પપ્પાની છે?
ચિન્ટુઃ હા...
પિન્ટુઃ તને રસગુલ્લા જોઇને બે-ચાર ખાઇ લેવાનું મન નથી થતું?
ચિન્ટુઃ મન તો થાય છે પણ પપ્પા ગણીને મૂકે છે.
પિન્ટુઃ તો તું શું કરે છે?
ચિન્ટુઃ હું ચુસીને પાછા મૂકી દઉં છું.
•••
ચંગુ: શું તું ચાઇનીઝ ભાષા વાંચી શકે છે
મંગુ: હા, બિલકુલ વાંચી શકું પણ, એક શરતે...
યંગુ: કઇ શરત?
મંગુ: લખાણ હિન્દી અથવા તો અંગ્રેજી ભાષામાં લખાયેલું હોવું જોઇએ.
•••
પતિ: ક્યાં ગઇ હતી?
પત્ની: રક્તદાન કરવા?
પતિ: કેમ? મારું લોહી પીતા-પીતા હવે એ ઓવરફલો થવા લાગ્યું છે કે તારે રક્તદાન કરવું પડે છે?
•••
પ્રેમી યુગલ પાર્કમાં બેઠું હતું
પ્રેમી: જાનુ, મને તારી આંખોમાં આખી દુનિયા દેખાય છે
ચંદુ દારૂડિયો: ભાઈ, જરા ધ્યાનથી જોઇને કહોને કે આગળ પોલીસનું ચેકિંગ તો નથી ચાલતું ને?
•••


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter