હસાયરો

Wednesday 29th April 2026 06:53 EDT
 
 

ગઈકાલે બેન્કવાળાનો ફોન આવ્યો... ‘આટલા પૈસા તો તમે ખિસ્સામાં પણ રાખી શકો છો. એકાઉન્ટ કેમ ખોલાવ્યું છે!!’

•••
ચંચી: ડોક્ટર સાહેબ ચહેરા પર બહુ ભારે બળતરા થાય છે.
ડોક્ટર: એમ? તમારા ચહેરાનો ફોટો પાડવો પડશે?
ચંચી: પાંચ મિનિટ ઊભા રહો સાહેબ હું જરા મેકઅપ કરી લઉં!
•••
પત્ની (પતિને)ઃ કાલે તમે પડોશણ શીલા સાથે ફિલ્મ જોવા ગયા હતા?
પતિ: હા, ગયો હતો... કેમ?
પત્ની: એની સાથે કેમ ગયા?
પતિ: અરે ડિયર, આજકાલ પરિવાર સાથે બેસીને જોવાય તેવી ફિલ્મો જ ક્યાં આવે છે?
•••
જેલર (ભૂરાને)ઃ ેકાલે સવારે તને ફાંસી અપાશે, તારી કોઈ અંતિમ ઇચ્છા હોય તો બોલ.
ભૂરો: સાહેબ મારે ટેટી ખાવી છે
જેલર: પણ આ ટેટીની સિઝન નથી
ભૂરો: વાંધો નહીં, હું રાહ જોઈ લઈશ!
•••
શિક્ષક: બકુલ, તું રોજ મોડો કેમ આવે છે?
બકુલ: સાહેબ, રસ્તા પરના બોર્ડને લીધે...
શિક્ષક: એ બોર્ડમાં એવું તે શું લખ્યું છે?
બકુલ: ઝડપ ધીમી રાખો, આગળ શાળા છે!
•••
પત્ની: લગ્ન પહેલાં તો મારા માટે ઘણા માંગા આવતા હતા.
પતિ: તો તેં એ બધાને ના કેમ પાડી?
પત્ની: કારણ કે મને તમારા જેવો નમૂનો જ જોઈતો હતો!
•••
બોસ: તું ઓફિસમાં કામ કરવા આવે છે કે ઊંઘવા? કાલે પણ તું સૂતો હતો!
કર્મચારી: સાહેબ, આપણી ઓફિસનું વાતાવરણ એટલું શાંતિપૂર્ણ અને સાત્વિક છે કે આપોઆપ આંખ મીંચાઈ જાય છે!
•••
છોકરી: હું મારા પપ્પાની પરી છું.
છોકરોઃ હું મારા પપ્પાનો પારો છું...
છોકરીઃ પારો? એટલે?
છોકરો: મને જોતાં જ મારા પપ્પાનો પારો સાતમા આસમાને જતો રહે છે
•••
પત્ની: જિમ જવાનું રાખો, તમારું પેટ જો બહાર નીકળી આવ્યું છે
પતિ: પેટ તો તારું પણ નીકળ્યું છે
પત્ની: હું તો મા બનવાની છું.
પતિ: તો હું પણ પિતા બનવાનો છું.
•••
શિક્ષક: મન્કીને ગુજરાતીમાં શું કહેવાય છે?
ચંગુ: સાહેબ વાંદરો.
શિક્ષક: સાચું બોલજે, ચોપડીમાં જોઇને જવાબ આપ્યો છેને?
ચંગુ: ના સાહેબ... હું તો તમને જોઇને બોલ્યો.

•••


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter