સાંતાઃ અલ્યા, મારું ક્રેડિટ કાર્ડ ચોરાઈ ગયું.
બંતાઃ શું વાત કરે છે? તે બેન્કને જાણ કરીને કાર્ડ બ્લોક કરાવ્યું કે નહીં?
સાંતાઃ ના રે ના...
બંતાઃ લે! કેમ?
સાંતાઃ ચોર બિચારો સારો છે. મારી વાઈફ કરતાં ઓછો ખર્ચો કરે છે!
•••
મમ્મી: બેટા, સોફા બેસવા માટે હોય છે, સુવા માટે નહીં
પુત્ર: હા... તો મમ્મી ચપ્પલ પણ પહેરવા માટે હોય છે અમને મારવા માટે નહીં!
•••
ચંગુ: ભાઇ પુરુષોએ અનેક યુદ્ધ જીત્યા, ધરતી જીતી, સમુદ્ર પર ફતેહ પણ કરી...
ચંચી: ...અને મહિલાઓએ સુંદર મેકઅપ કર્યો અને પુરુષોને જીતી લીધા.
•••
ભુરી: આજકાલના મચ્છરો તો બાળકો કરતા પણ વધારે જવાબદાર છે.
ચંચી: એમ કેમ?
ભુરી: અરે, સાંજ પડે અને સીધા ઘરમાં આવી જાય છે.
•••
ચંગુ: મમ્મી મારા બધા રમકડાં સંતાડી દો, મારો મિત્ર મંગુ આવી રહ્યો છે.
મમ્મી: કેમ? મંગુ તારા રમકડાં ચોરી લેશે?
ચંગુ: ના મમ્મી, એ તેના બધા રમકડાં ઓળખી કાઢશે.
•••
પરીક્ષા શરૂ થતા પહેલાં ચંગુ પોતાના મિત્રને સમજાવી રહ્યો હતો: જો સવાલ અઘરો લાગે તો આંખ બંધ કરજે, પછી ઊંડો શ્વાસ લેજે, પછી જોરથી બોલજે, ‘આ વિષય સારો છે, તેથી આવતા વર્ષે ફરી ભણીશ...’ અને એકદમ રિલેક્સ થઇને બેસી જજે.
•••
પતિ પત્નીને: સેલ્ફ કન્ટ્રોલ કરવાનું તો કોઇ તારી પાસે જ શીખે.
પત્ની (ખુશ થઇને): હા, પણ કઇ વાતે?
પતિ: તને આટલી બધી શુગર છે, પણ મજાલ છે કયારેય જીભ પર વર્તાય!
•••
ચંગુ: દૂધમાં ઉભરો આવે એટલે મહિલાઓ કેમ દોડી પડે છે?
મગુ: મલાઇ બચાવવા.
ચંગુ: બિલકુલ નહીં.
મંગુઃ તો ભાઈ તું જ જણાવી દે...
ચંગુ: દૂધ ઉભરાય તો પ્લેટફોર્મ સાફ ન કરવું પડે એટલે!
•••
છોકરો: ડાર્લિંગ શું કરે છે?
છોકરી: કંઇ ખાસ નહીં, બસ નેટ પર બેઠી છું.
છોકરો: હં... એટલે જ મને થયું કે નેટ ધીમું કેમ ચાલે છે જલ્દીથી ઉભી થઇ જા!
•••
દારૂડિયો ધાબા પરથી નીચે પડયો બધા આવ્યા અને પૂછવા લાગ્યા, ‘અરે ભાઇ, શું થઇ ગયું હતું?
દારૂડિયો: મને નથી ખબર હું તો જસ્ટ નીચે આવ્યો છું!
•••
શિક્ષક: એક ડઝન ફળના નામ જણાવ.
ચંગુ: સફરજન, કેરી, જાંબુ અને એક ડઝન કેળાં.
•••
એક દારૂડિયો ઇવીએમ સામે ક્યારનો કન્ફ્યુઝ થઈને ઊભો હતો.
પોલિંગ ઓફિસર કહે, ‘ભાઈ, શું વિચારે છે? જલદી વોટ આપ અને બૂથમાંથી બહાર આવ.’
દારૂડિયો કહે, ‘કાલે રાતે કઈ પાર્ટીએ દારૂ પીવડાવ્યો હતો તે યાદ નથી આવતું!’
•••


