હસાયરો

Wednesday 20th May 2026 12:48 EDT
 
 

એકવાર સની સિંહે એક નાનીઅમથી હોટલમાં ચેક-ઈન કર્યું, રાત્રે એણે રિસેપ્શનિસ્ટને સૂચના આપી, ‘કાલે સવારે પાંચ વાગે મને ભૂલ્યા વગર જગાડી દેજો.’
રિસેપ્શનિસ્ટ કહે, ‘ઓકે...’
બીજા દિવસે સવારે સની સિંહની આંખો ખૂલી તો આઠ વાગી ગયા હતા.
એ ધૂંઆપૂંઆ થતો રિસેપ્શનિસ્ટ પાસે ધસી ગયો અને એને ખખડાવવા લાગ્યો, ‘મેં તમને સ્પષ્ટ સૂચના આપી હતી કે સવારે પાંચ વાગે મને જગાડી દેજો તોય તમે મને જગાડ્યો કેમ નહીં? મારે કરોડ રૂપિયાનો સોદો કરવાનો હોત તો તમારી આ બેદરકારીને કારણે મને કરોડ રૂપિયાનું નુક્સાન થઈ ગયું હોતને?!’
રિસેપ્શનિસ્ટે બગાસું ખાઈને શાંતિથી કહ્યું, ‘સાહેબ, તમારે કરોડ રૂપિયાનો સોદો કરવાનો હોત તો તમે આવી હોટલમાં થોડા ઉતર્યા હોત?’
•••
મહિલાઓ મોટામાં મોટું દુઃખ ભૂલી શકે, પરંતુ... પડોશમાં આપેલું વાસણ ક્યારેય નહીં!
•••
જો તમને ન ખબર હોય કે તમારી લાઈફમાં શું ચાલી રહ્યું છે...
તો એક વખત પાડોશીને પૂછી લેવું એમને બધી ખબર હોય છે!
•••
લગ્નમાં જો 25 લાખ રૂપિયાનો ખર્ચો કરીને તમે 50 વર્ષ સાથે રહો તો એક દિવસ 136.98નો પડ્યો... આ તો જરા નવરો હતો તો તમારા માટે હિસાબ કર્યો!
•••
આઠ વર્ષની એક બેબલી જોરજોરથી રડી રહેલા એના નાના ભાઈને બહુ જ ગંભીરતાથી સમજાવી રહી હતી કે, ‘જો ભાઈલા, લાઇફમાં છે ને સુખદુઃખ તો આવ્યા કરે. દર વખતે આપણને જોઈતું હોય એ ન પણ મળે. તું રડી લે. રડવાથી મન હળવું થઈ જાય. છોકરાઓએ પણ રડવું જોઈએ. જો માણસ સેન્સિટીવ હોય તો જ એને રડવું આવે...’
બાજુમાં ઊભેલાં એનાં મમ્મી-પપ્પા આ સાંભળીને ચકિત થઈ ગયાં. એમને થયું, ઓહોહો... આપણી અંગૂઠા જેવડી દીકરી આટલી બધી સમજદાર થઈ ગઈ! કેવી મેચ્યોર માણસ જેવી વાતો કરે છે! એમણે તરત જ દીકરીને પૂછ્યછયુંઃ ‘પણ ભાઈલો રડે છે શું કામ?’
‘એ તો મેં એને જોરથી લાફો માર્યો હતોને, એટલે!' બેબલીએ ઠંડકથી કહ્યું.
•••
છોકરી: હું મારા પપ્પાની પરી છું
છોકરોઃ તો હું મારા પપ્પાનો પારો છું...
છોકરીઃ પારો? એટલે?
છોકરો: મને જોતાં જ મારા પપ્પાનો પારો સાતમા આસમાને જતો રહે છે
•••
સિનેમા હોલમાં એક યુવતીએ મેનેજરની સામે પિસ્તોલ તાકી અને કહ્યું... ‘મારો પતિ અંદર બીજી સ્ત્રી સાથે ફિલ્મ જોઈ રહ્યો છે. બંનેને જલ્દી બહાર કાઢો, નહીંતર તને ગોળી મારી દઈશ.’
ડરથી ધ્રૂજતા મેનેજરે જાહેરાત કરી, ‘બીજી સ્ત્રી સાથે ફિલ્મ જોનારા કોઈપણ પુરુષ જલ્દી બહાર આવી જાઓ.’ બે મિનિટમાં તો અડધું થિયેટર ખાલી થઈ ગયું!
•••


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter