પત્નીઃ એક વાત પૂછું?
પતિઃ હા, પૂછ.
પત્નીઃ દુનિયાના બે સૌથી ખતરનાક હથિયાર કયા છે?
પતિઃ પત્નીના આંસુ અને પડોશણની સ્માઇલ.
•••
લગ્નમાં આવેલા જાનૈયાઓને નાચતા જોઇને...
સસરાએ જમાઇને પૂછયુંઃ ‘આ જાનૈયા પાગલોની જેમ કેમ નાચી રહ્યા છે?’
જમાઇઃ કેમ કે મેં તેમને કહ્યું છે કે દહેજના પૈસાથી એમની બધાની ઉધારી ચૂકવી દઇશ.
•••
શિક્ષિકા: બોલો બાળકો આપણા બધાના બ્લડ ગ્રૂપ અલગ-અલગ શા માટે હોય છે?
ભગો: ટીચર, મચ્છરોને પણ સ્વાદમાં ફેર મળી રહે ને એટલે!
•••
ચંગુ: ભાઇ એક વાત કહું?
મંગુ: બોલને ભાઈ, શું કહેવું છે?
ચંગુ: જે ઘરની મહિલાઓ સાંજે સાતથી આઠ ઓનલાઇન દેખાય તો સમજી લો કે એ ઘરે રાત્રે ભોજન માટે વઘારેલી ખીચડી જ બનશે!
•••
ડોક્ટરઃ ઇન્જેક્શન તો લખ્યું હતું, કેમ ન ખરીદ્યું?
દર્દીઃ શનિવારે સોય ના ખરીદાય, શનિદેવ નારાજ થઇ જાય.
ડોક્ટરઃ જલ્દી ખરીદી લો, નહિતર યમરાજ નારાજ થઇ જશે.
•••
ટીચર: ઓપરેશન પહેલાં દર્દીને બેભાન કેમ કરવામાં આવે છે?
સોનુ: જો બેભાન ન કરે અને દર્દી ઓપરેશન કરતા શીખી જાય તો ડોકટર પાસે કોણ જાય?
•••
મહિલા (સેલ્સમેનને)ઃ આ ટીવીની શું પ્રાઇસ છે?
સેલ્સમેન: 60 હજાર રૂપિયા.
મહિલા: આટલું મોંઘું? તેમાં એવું તો શું ખાસ છે?
સેલ્સમેન: લાઇટ ગુલ થતાં જ તે ઓટોમેટિક બંધ થઈ જાય છે.
મહિલા: ઓ...હ. ગ્રેટ... પેક કરી દો.
•••
પત્નીની સુંદર સહેલી ઘરે આવી. પતિ બેઠો બેઠો તેને જોતો હતો.
પ્રેશર કૂકરની 12 સીટી વાગતાં પતિએ પત્નીને કહ્યું, ‘કિચનમાં જઈને જો તો ખરી, દાળ બળી જશે...’
પત્ની: ભલે બળી જાય, પણ હું તમારી દાળ નહીં ગળવા દઉં.
•••
જમાઇ: સાસુમાં આજે ભોજન તમે બનાવ્યું છે ને?
સાસુ: કેમ સારું બન્યું છે?
જમાઇ: ના, આ તો રોજ કાળા વાળ મળતા હતા અને આજે સફેદ વાળ મળ્યો એટલે!
•••
લગ્ન બાદ વરરાજાએ પોતાની સાસુના ચરણસ્પર્શ કર્યા સાસુ; સદા ખુશ રહેજો જમાઇરાજ
જમાઇ: તમે રહેવા દેશો ખરા?


