હસાયરો

Wednesday 03rd June 2026 06:02 EDT
 
 

સવારની ચા સાથે પત્ની ઘણીબધી દવાઓ લઈને આવી.
પત્ની: લો આ તાવની દવા ખાઈ લો.
પતિ: પણ મને તાવ નથી.
પત્ની: તો આ ડાઈજીન ખાઈ લો.
પતિ: મને ગેસ પણ નથી.
પત્ની: તો આ ઈનો પી લો.
પતિ: અરે, મારું પેટ પણ ઠીક છે.
પત્ની: તો આ કોમ્બિફ્લેમ ખાઈ જ લો એટલે હાથ-પગનો દુખાવો બંધ થઈ જશે.
પતિ: અરે, કમાલ કરે છે મને કંઈ દુખતું નથી. હું એકદમ ઠીક છું અને તંદુરસ્ત છું.
પત્ની: સરસ... તો ફટાફટ ઊઠો. આજે કામવાળી નથી આવવાની તો મને સાફસફાઇમાં મદદ કરવા માંડો.
•••
આપણી પાસે પાસપોર્ટ અને વિઝા હોય તો અમેરિકા જઈ શકાય... પણ જો આપણી પાસે તેલ હોય તો એ લોકો સામેથી લઈ જાય
... અને એ પણ વાઇફ સાથે!
•••
તમારે સ્કાય ડાઇવિંગનો અનુભવ લેવા માટે પેરેશૂટની કશી જરૂર નથી. હા, જો તમારે બીજી વાર સ્કાય ડાઇવિંગનો અનુભવ લેવો હોય તો પેરેશૂટની જરૂર પડે ખરી!
•••
દર્દી: ડોક્ટર, મારાં હાડકાં બે જગ્યાએ ભાંગી ગયાં છે. હું શું કરું?
ડોક્ટર: બસ, એ બે જગ્યાએ ફરી વાર ક્યારેય ન જતા.
•••
કમ્પ્યુટર શા માટે સ્માર્ટ હોય છે? કેમ કે એ પોતાની મધર(બોર્ડ)ની વાત સાંભળે છે!
J J J
હું એન્ટિ-ગ્રેવિટી વિશેનું એક પુસ્તક વાંચી રહ્યો છું. તે એવું કમાલનું છે કે હું એને નીચે જ મૂકી શકતો નથી, બોલો!
•••
‘હું મારા ખોટા વખાણ નથી કરતો, પણ તમને હકીકત કહું છું કે મારામાં મહાન વૈજ્ઞાનિક આઇન્સ્ટાઇન અને સુપરસ્ટાર બોડી બિલ્ડર સિલ્વેસ્ટર સ્ટેલોનનું અદભૂત કોમ્બિનેશન થયું છે.’
‘અચ્છા? કઈ રીતે?’
‘મારું બોડી આઇન્સ્ટાઇન જેવું છે અને બુદ્ધિ સિલ્વેસ્ટર સ્ટેલોન જેવી!’
•••
વકીલઃ સાહેબ, મને ખાતરી છે કે તમે બહુ જ બુદ્ધિશાળી અને સમજદાર માણસ છો.
સાક્ષી: થેન્ક્યુ. જો મેં ગીતા પર હાથ રાખીને સાચું બોલવાની કસમ ન ખાધી હોત તો હું પણ તમને સામે આવા જ કોમ્પ્લિમેન્ટ આપત!
•••
એક વાર એક ચોર એક ઘરમાં ઘૂસી ગયો. તિજોરી ખોલીને એ રૂપિયા, દાગીના વગેરે થેલામાં ભરવા લાગ્યા. અચાનક એના કાને અવાજ પડ્યો, ‘ભગવાન બધું જુએ છે...’ ચોર ચમક્યો. એણે આજુબાજુ જોયું. કોઈ ન દેખાયું. એને થયું કે આ મારા મનનો ભ્રમ હશે. ચોરે કમરામાં પડેલા ટેબ્લેટ, લેપટોપ અને બીજો કિંમતી સામાન પણ થેલામાં મૂક્યો. ફરી એના કાને અવાજ પડ્યો, ‘ભગવાન બધું જુએ છે...’ ચોરને ખાતરી થઈ ગઈ કે આ ભ્રમ નથી, ખરેખર કોઈક આ શબ્દો બોલી રહ્યું છે. એણે ઝીણી આંખે જોતાં ખબર પર્ટી કે પાંજરામાં પૂરાયેલો પોપટ આ બોલી રહ્યો હતો. ચોર કહે, ‘અલ્યા પોપટ, શું ક્યારનો બબડયા કરે છે? તારું નામ શું છે?’

પોપટ કહે, ‘ભગવાન!’

•••


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter