પત્નીઃ ઊઠો ફટાફટ, મારે ભાખરી કરવી છે.
પતિઃ તો હું કયાં તાવડી પર સૂતો છું તું તારે કર ને!
•••
યુવતીઃ ડોક્ટર સાહેબ. પેટમાં દુખે છે.
ડોક્ટર: રાત્રે શું જમ્યા હતા?
યુવતીઃ વેજ બર્ગર, ફ્રેન્ચ ફ્રાઈસ અને ચીઝ કોર્ન પિત્ઝા.
ડોક્ટર: જુઓ આ ફેસબુક નથી. સાચું કહો.
યુવતીઃ દૂધી-ચણાનું શાક ને રોટલી.
•••
યમરાજ: ચાલ, બકા તને લેવા આવ્યો છું.
બકો: પરંતુ, હજુ મારી ઉંમર પણ નથી થઈ અને હું તંદુરસ્ત છું.
યમરાજઃ તું તારો ફોન લોક કર્યા વગર ઘરે ભૂલી ગયો છે અને તારી પત્ની તારા બધા મેસેજો વાંચી રહી છે.
બકો: ચાલો, તો આપણે નીકળીએ!
•••
દુકાનદારઃ મેં તમને મારી દુકાનને એક એક ચપ્પલ બતાવી દીધી. હવે કોઈ બાકી રહી નથી.
મહિલા: આ સામેના ખોખામાં શું છે?
દુકાનદારઃ રહેમ કરો બહેન. એમાં મારું જમવાનું છે.
•••
લો, આ વળી નવું આવ્યું-પતિ-પત્ની વચ્ચે મોટે મોટેથી ઝઘડો ચાલી રહ્યો હતો. ત્યાં પાડોશમાંથી એક ભાઈનો અવાજ આવ્યો: ‘અલ્યા, શું થયું? શાંતિ રાખો... આમ ઝઘડા ન કરાય...’ પતિ ગુસ્સે થઈને બારીમાંથી સામે
બૂમ પાડી, ‘અમે અમારું જોઈ લઈશું... તમે ટ્રમ્પવેડા ન કરો!’
•••
આટલા વૈજ્ઞાનિક આવીને ગયા, આટલા ડોક્ટરો આવીને ગયા, પણ હજુ સુધી સમજાયું નથી કે નહાવાને કારણે તો શરીર સાફ થઈ જાય છે, તો પણ ટુવાલ કેમ ગંદા થાય છે?
•••
એક વખત બે ચોર રાત્રે ટોર્ચ લઈને રેડીમેડ સ્ટોરમાં ચોરી કરવા ઘૂસ્યા.
એક શર્ટ પર સ્ટીકર પર ભાવ લખ્યો હતો ઃ 8500 રૂપિયા.
આ જોઈને એક ચોરે બીજાને કહ્યું, ‘જો તો ખરા... લૂંટવા જ બેઠા છે ને!’
•••
સેલ્સમેનઃ બહેન, પગ દબાવવાનું ઇલેક્ટ્રિક મશીન આવ્યું છે, લઇ લો.
મહિલાઃ ના ભાઇ, મારા લગન થઇ ગયાં છે. એવો ખોટો ખર્ચ કેમ કરું?
•••
પતિ-પત્નીમાં ઝઘડો થયો. પત્ની ઘર છોડીને પિયર જવા નીકળી.
રસ્તામાંથી પતિને ફોન કર્યો: ભૂલી જજો મને, અને મારો નંબર પણ ડિલિટ કરી દેજો.
પતિઃ તમે કોણ બહેનજી?
•••
લગ્ન પછી વહુ પહેલી વખત હિન્દી રેસિપી બુકમાંથી રસોઈ બનાવતી વખતે...
સાસુ: અરે, આ મંદિરનો ઘંટ કેમ ફ્રિજમાં પડ્યો છે?
વહુ: મમ્મીજી, આ ચોપડીમાં લખ્યું છે, ‘સારી સામગ્રી કો એક સાથ મિલાકર એક ઘંટા ફ્રિજ મે રખિયે..!’
•••