હસાયરો

Tuesday 09th June 2026 06:58 EDT
 
 

ચંચીએ કરિયાણાની દુકાને જઈને ફરિયાદ કરી: તમે મને જે ઘઉંનો લોટ આપ્યો હતો એ તો બહુ કડક છે.
વેપારી: લોટ કડક છે?!
ચંચી: હા, મેં ભાખરીએ બનાવી પણ મારા વરથીએ તૂટતી નથી!
•••
શેઠ (વ્યંગમાં) : ભુરાલાલ આખા મહિનામાં એકાદ દિવસ આવી તમે ખરેખર ઉપકાર કરો છો
ભૂરો: એમા ઉપકાર શેનો શેઠ? પગાર લેવા આવવું તો મારી નૈતિક ફરજ છે ને?
•••
છોકરી: હું તારા માટે બધેબધું છોડી દેવા તૈયાર છું. તું કહી તો જો...
છોકરો: મા-બાપ?! ભાઈ-બહેન?!
છોકરી: હા, હા, બધું છોડી દઈશ
છોકરો: ટીવી ચેનલો?
છોકરી: ચલ.. હેંડતો થા, ના આવ્યો હોય તો લગ્ન કરવાવાળો!
•••
પતિ: અલી, મારો વિચાર તો કર. તારા જેવી ગાંડી સાથે મેં કેવી રીતે આટલા વર્ષ કાઢ્યા.
પતી: સાચી વાત... હું ગાંડી જ છું, તમારા જેવા માણસ જોડે આટલા વર્ષ કાઢ્યા.
•••
કિડનેપર: તમારો દીકરો અમારા કબ્જામાં છે!
માતા: જરા વાત કરાવજો તો એની સાથે.
કિડનેપરે દીકરાને ફોન આપ્યો...
મા: નાલાયક, ત્યાં શું કરી રહ્યો છે? હવે કોથમીર લેવા કોણ જશે?
•••
70 વર્ષના વૃદ્ધે હોસ્પિટલમાં ડોક્ટરને કહ્યું - હું વધારે પૈસા આપવા તૈયાર છું પણ મારી સારવાર દરમિયાન નર્સ સુંદર રાખજો.
ડોક્ટરઃ અંકલ, આ ઉંમરે તમે આવી વાત કરી રહ્યા છો?
વૃદ્ધઃ વાત એમ છે કે મારે બે દીકરા છે, નર્સ સુંદર હશે તો બંને સવાર-સાંજ મારા ખબરઅંતર પૂછવા અચૂક આવશે.
•••
ચંચી: અરે વાહ બેન, સાંભળ્યું કે તમે ચૂંટણી લડવાના છો?
જસી: હા, બેન સાચું સાંભળ્યું
ચંચી: આ વિચાર ક્યાંથી આવ્યો?
જસી: આ તો હું ઝઘડામાં દર વખતે મારા પતિ જોડે જીતી જઉ છું એટલે લાગ્યું કે ચૂંટણી પણ જીતી જઇશ.
•••
કીકુ: આ જુઓ! વોટ્સએપ માણસને હંમેશા આગળ રાખે છે.
ટીકુ: એમ? એ કેવી રીતે?
કીકુ: મારે બે સ્ટેશન પાછળ ઉતરવું હતું, પણ વોટ્સએપમાં એવો વ્યસ્ત હતો કે બે સ્ટેશન આગળ આવી ગયો.
•••
ચંગુ: તે તારી પત્નીને છૂટાછેડા કેમ આપી દીધા?
મંગુ: અરે યાર, એનો કોઈ બોયફ્રેન્ડ જ નહોતો
ચંગુ: એ તો સારું કહેવાયને?
મંગુ: શું સારું? જે આજ સુધી કોઈની ના થઇ એ મારી શું થાત?

•••


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter