હસાયરો

Wednesday 17th June 2026 09:08 EDT
 
 

પતિ-પત્ની વિમાનમાં સફર કરી રહ્યા હતા.
એરહોસ્ટેસ: Sir, would you like to take Tea together?
પતિ (રાજી રાજી થઈને): ‘હા... હા કેમ નહીં?’ અને પત્ની તરફ જોઈને કહે છે... ‘ઊઠ, થોડીવાર એમને બેસવા દે!’
•••
હાય ગરમી...!
રાતે બેડરૂમમાં બે-ત્રણ મચ્છર ફરતા જોઈ પતિએ પત્નીને ઓલ આઉટ ચાલુ કરવાનું કહ્યું. મચ્છરઃ કાકા... તમારા સોગંદ, અમે કરડીશું નહીં. બસ થોડા કલાક તમારા AC રૂમમાં નિરાંતે બેસવા દો.
•••
પુત્ર: પપ્પા, મને બાઇક અપાવો.
પિતા: નાલાયક, પડોશીની જૂલીને જો બસમાં કોલેજ જાય છે?
પુત્રઃ એ જ તો નથી જોવાતું...
•••
મોન્ટુઃ લગ્નના 12 વર્ષ પછી પણ પત્ની આપણા પર શંકા કરતી હોય તો નારાજ ન થવું.
પિન્ટુઃ એવું કેમ?
મોન્ટુઃ એમ વિચારવાનું કે આપણે
આજે પણ એટલા જ ફિટ અને હેન્ડસમ લાગીએ છીએ.
•••
પોલીસ: તમે ખરેખર બહુ બહાદુર છો, તમે ચોરને ધોકાવી નાંખ્યો.
મહિલા: મને ક્યાં ખબર હતી કે એ ચોર છે? મને તો એમ કે મારો પતિ છે ને મોડો ઘરે આવ્યો હોવાથી અંધારામાં ફંફોસી રહ્યો છે.
•••
હાર્ટ સર્જરીને ‘બાયપાસ’ કેમ કહે છે ?
સફળ થયું તો ‘પાસ’.
નિષ્ફળ ગયું તો ‘બાય’.
•••
લગ્નમાં ડીજેવાળાએ ગીત વગાડ્યું....
‘જિસકો ડાન્સ નહીં કરણા વો જા કર અપણી ભેંસ ચરાયે...’
પતિઃ ચાલો, ડાર્લિંગ. આપણે જમી લઈએ.
•••


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter