હસાયરો

Wednesday 05th August 2026 06:34 EDT
 
 

શિક્ષકઃ ભુરા કોઇ એવી જગ્યાનું નામ જણાવ જ્યાં ઘણા બધા લોકો હોય છતાં તમને એકલવાયું લાગતું હોય
ભુરો: સાહેબ પરીક્ષા ખંડ!
•••
ચંગુ ડોક્ટરને બતાવવા માટે ગયો.
ડોક્ટર (તપાસીને): ભાઈ તમારી એક કિડની ફેઇલ થઇ ગઇ છે.
ભૂરો બહુ રડ્યો અને પછી એણે પુછ્યુછયુંઃ કેટલા માર્કથી ફેઇલ થઇ!
•••
ડોક્ટર: ભાઇ તમારી બીમારી તો મને સમજમાં નથી આવી રહી, શક્ય છે કે દારૂને કારણે આમ થઇ રહ્યું હોય.
મનિયો: ઓકે, સાહેબ તમારો નશો ઉતરી જાય હું તે પછી આવીશ.
•••
મહિલા: ડોક્ટર સાહેબ મારા પતિ ઊંઘમાં બબડવા લાગ્યા છે, હું શું કરું?
ડોક્ટર: કંઇ નહીં એમને દિવસે બોલવાની તક આપો, ઠીક થઇ જશે!
•••
ગર્લફ્રેન્ડઃ લગ્ન બાદ હું તારા બધા દુ:ખ-દર્દ શેર કરીશ જાનુ.
બોયફ્રેન્ડ: પણ મને કોઇ તકલીફ નથી.
ગર્લફ્રેન્ડ: હું લગ્ન પછીની વાત કરું છું.
•••
એક કંજૂસ કંદોઇએ જાહેરાત આપી મીઠાઇની દુકાન માટે એક હેલ્પરની તાત્કાલિક જરૂરિયાત છે
લાયકાત: ડાયાબિટીસ અનિવાર્ય છે!
•••
પોલીસ: દરવાજો ખોલો
ચંગુ: કેમ ખોલું? શું કામ છે?
પોલીસ: અમારે વાત કરવી છે
ચંગુઃ તમે કેટલા લોકો છો?
પોલીસ: અમે ત્રણ જણ છીએ
ચંગુ: તો પછી અંદરોઅંદર જ વાત કરી લો, મને હેરાન ન કરો!
•••
સાસુઃ જમાઇરાજ તમે શું કરો છો?
જમાઇ: હું પાઇલટ છું.
સાસુ: કઇ એરલાઇન્સમાં?
જમાઇ: એરલાઇન્સમાં નહીં, હું તો લગ્ન સમારંભમાં ડ્રોન ઉડાડુ છું.
•••
પત્ની: મારા મોંઢામાં મચ્છર જતું રહ્યું છે, હું શું કરું?
પતિ: ઓલઆઉટ પી લે. છ સેકન્ડમાં કામ શરૂ!
•••
પિતા: બેટા તે એવું કોઇ કામ કર્યું છે જેનાથી મારુ માથુ ઊંચુ થયું હોય?
ભગો: હા પપ્પા, એક વાર મેં તમારા માથા નીચે બે તકિયા મુક્યા હતા!
•••
ચંગુ: ભાઈ ગર્લફ્રેન્ડ બનાવવી હોય તો શું જોઇશે? આધાર કે પાન કાર્ડ?
મંગુ: માત્ર તારું એટીએમ અને પૈસાથી ભરપૂર બેન્ક ખાતું!
•••
પિતા: બેટા આ ફેસબુક તને રોટલા નહીં આપે, જરા કામધંધા પર ધ્યાન આપ.
ભગો: પપ્પા હું આના પર રોટલા ઘડનારી જ શોધુ છું!
•••
‘હું રોજ તમારું માથું દબાવી દઉં છું, તો લગ્ન પહેલા કોણ દબાવી દેતું હતું?’
‘મને માથાનો દુખાવો આપણા લગ્ન પછી જ શરૂ થયો છે!’

•••


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter