પેશન્ટઃ સાહેબ, ઓપરેશન બરાબર થઈ જશે ને? કોઈ વાંધો નહીં આવે ને?
ડોક્ટરઃ અરે હોય કાંઈ! તમને વાંધો આવવા દેવાય? તમે તો મને ‘નીટ’ એક્ઝામનું પેપર લાવી આપ્યું હતું. બાકી હું સર્જન ક્યાંથી થયો હોત..!!
•••
મહિલાને બેંકમાંથી ફોન આવ્યોઃ મેડમ તમારું એકાઉન્ટ હેક થઈ ગયું છે.
મહિલા: ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ?
બેંક મેનેજરઃ ના બેન, તમારું બેંક એકાઉન્ટ!
મહિલાઃ હા..શ! તમે તો મને ડરાવી જ નાખી હતી.
•••
પતિઃ તું મારી લાંબી ઉંમર માટે વ્રત કેમ નથી રાખતી?
પત્નીઃ હું કરવાચોથ કરું તો છું!
પતિઃ એ નહીં. એનાથી પણ મોટું વ્રત જેનાથી પતિની ઉમર ખૂબ લાંબી થાય છે.
પત્ની: એ વળી કયું?
પતિઃ મૌનવ્રત.
•••
પતિ (પત્નીને): ક્યાં ગઈ હતી?
પત્નીઃ રક્તદાન કરવા.
પતિઃ કેમ રોજ મારું લોહી પીતાં પીતાં ઓવરફ્લો થઈ ગયું હતું કે હવે વહેંચવા નીકળી?
•••
શેઠ (બકાને)ઃ મેં તને ફોન કર્યો હતો, તારી પત્નીએ કીધું કે તું રસોઇ બનાવી રહ્યો છે. તેં મને વળતો ફોન કેમ ના કર્યો?
બકોઃ સર, મેં તમને ફોન કર્યો હતો. શેઠાણીએ કીધું કે તમે વાસણ ધોઇ રહ્યા છો.
•••
સોનુઃ યાર, આ ડોક્ટરો પ્રિસ્ક્રિપ્શન પર એવું તો શું લખે છે કે માત્ર મેડિકલ સ્ટોરવાળા જ સમજી શકે છે?
મોનુઃ એ લખે છે કે મેં તો લૂંટી લીધો છે, હવે તું પણ લૂંટી લે.
•••
પિન્ટુઃ આ રસગુલ્લાની દુકાન તારા પપ્પાની છે?
ચિન્ટુઃ હા...
પિન્ટુઃ તને રસગુલ્લા ખાવાનું મન નથી
થઇ જતું?
ચિન્ટુઃ મન તો બહુ થાય છે પણ પપ્પા ગણીને મૂકે છે.
પિન્ટુઃ તો તું શું કરે છે?
ચિન્ટુઃ ચૂસીને પાછા મૂકી દઉં છું.
•••
મનિયો: ભાઇ આ પત્નીઓ આપણને જીવવા નથી દેતી
ટિનિયો: હા ભાઇ અને અલગ-અલગ વ્રત કરીને શાંતિથી મરવા પણ નથી દેતી!
•••


