મા: બેટા ઊઠ, સ્કૂલે જવાનો ટાઈમ થઈ ગયો છે તારો.
દીકરો (અડધી ઊંઘમાં): નથી ઉઠવું, મન નથી થતું સ્કૂલે જવાનું.
મા: કેમ મન નથી? બે કારણ તો બતાવ મન ના થવાના.
દીકરોઃ પહેલું કારણ તો એ કે કોઈ વિદ્યાર્થી મને પસંદ નથી કરતો. અને બીજું કારણ એ કે કોઈ ટીચર પણ મને પસંદ નથી કરતા.
મા: આ તો કોઈ કારણ નથી, તારે સ્કૂલે તો જવું જ પડશે.
દીકરોઃ મારે શા માટે સ્કૂલે જવું જોઇએ... તેના બે કારણ તું બતાવ.
મા: પહેલું કારણ એ કે તું 42 વરસનો છે અને બીજું કારણ કે તું સ્કૂલનો પ્રિન્સિપાલ છે.
•••
ચિંટુ: દુનિયા આપણી નોંધ લે, આપણને જોઈને ચોંકી ઊઠે એવું કંઈક કરવું છે પણ કંઇ ખબર નથી પડતી શું કરવું?
પિંટુ: અરે સાવ સહેલું છે! હાથી ઉપર શીર્ષાસન કરો, મસ્ત ફોટો પડાવો ને પછી ફોટાને ઊંધો કરીને કરી દો વાઈરલ! યુ વીલ બી ફેમસ!
•••
સંતાસિંહ એક મકાનને હોટેલ માનીને અંદર ઘૂસ્યા અને જોરથી બૂમ મારીને ઓર્ડર આપ્યો:
‘એક લસ્સી લાના તો...’
ત્યાં ટેબલ પાછળ બેઠેલા માણસે કહ્યું, ‘શી...શ... આ લાઈબ્રેરી છે.’
સંતાસિંહે માફી માગી અને ધીમેથી કહ્યું, ‘એક લસ્સી લાના...’
•••
મિશ્રાજી એક જંગલમાંથી પસાર થઈ રહ્યા હતા. એક ચુડેલે તેમને અટકાવ્યા અને કહ્યું, ‘હા... હા... હા... હી... હી... હી... મૈં ચુડેલ હૂં... હા... હા... હા...’
મિશ્રાજી: અબે ચૂપ બૈઠ. મુજે સબ પતા હૈ, મૈં નહીં ડરુંગા તુજસે. તેરી એક બહન મેરી બીવી હૈ!’
•••
પત્નીઃ સાંભળો છો, આ ફોનમાં મારી કોઈ સેલ્ફી સારી નથી આવતી.
પતિઃ અરે ગાંડી, કેમેરાનું કામ ફક્ત ફોટો પાડવાનું છે, ‘ચમત્કાર’ કરવાનું નહીં!
•••
નર્સ: અભિનંદન.. ભાઇ તમારા ઘરે દીકરો આવ્યો છે?
ભુરો: ગજબ ટેક્નોલોજી છે...
નર્સ: કઇ ટેક્નોલોજી?
ભુરો: પત્ની હોસ્પિટલમાં છે અને મારો દીકરો ઘરે જન્મ્યો!
•••


