ચંગુ છોકરી જોવા ગયો. પરિવારવાળા બંનેને સાથે બેસાડીને રૂમ બહાર જતા રહ્યા.
છોકરી: ભાઇ, તમારે કેટલી બહેનો છે?
ભુરો: થોડી વાર પહેલાં સુધી ત્રણ હતી, હવે ચાર થઇ ગઇ!
•••
પતિ અને પત્ની માર્કેટ ગયા. પતિએ એક અજાણી છોકરીને જોઇને તેને ‘હેલો’ કહ્યું.
પત્ની: કોણ હતી એ ચુડેલ?
પતિ: અરે ચુપ રહે, હજુ એને પણ કહેવું પડશે કે તું કોણ છે?
•••
પડોશણઃ આમ રોજ રોજ તમે જાતે કપડાં ધુઓ છો તો લગ્ન કેમ કરી લેતાં નથી?
કપડાં સૂકવતાં ભૂરો બોલ્યોઃ મારી તાકાત આટલાં જ કપડાં ધોવાની છે, હું બબ્બે જણનાં કપડાં નહીં ધોઈ શકું!
•••
આજે નવરા બેઠા વિચાર આવ્યો... રસોડામાં જે તપેલી હોય છે... એ વાસણ જ હોય એવું જરૂરી નથી!
•••


