હસાયરો

Wednesday 07th October 2026 09:36 EDT
 
 

લલ્લુઃ માથાના દુખાવાની ગોળી આપો.
કેમિસ્ટઃ પ્રિસ્ક્રિપશન લાવ્યા છો?
લલ્લુઃ એક મિનિટ... આ જૂઓ...
કેમિસ્ટઃ અત્યારે ચલાવી લઉ છું. નેક્સ્ટ ટાઈમ પ્રિસ્ક્રિપશન જ જોઈશે. દર વખત વાઈફનો ફોટો બતાવી દેશો એ નહીં ચાલે.
•••
કાંતિઃ કેવો વિચિત્ર વિરોધાભાસ છે..! ફિલ્મોમાં વરસાદ પડે તો વાતાવરણ રોમેન્ટિક થાય... જ્યારે આપણે ત્યાં વરસાદ પડે તો પાંખવાળા જીવડાં થાય!!
•••
શિક્ષક: છોકરાંવ કહો જોઉં, અકબર અને બિરબલ વચ્ચે શું સંબંધ હતો?
પપ્પુ: સર, જેવો સંબંધ મારો અને તમારો છે.
શિક્ષક: એ કેવી રીતે?
પપ્પુ: અકબર વારેઘડીએ પ્રશ્નો પૂછીને હેરાન કરતો અને બિરબલ જવાબ આપીને માથું ખંજવાળતો!
•••
શિક્ષક: દુનિયાનું સૌથી મોટું પ્રાણી કયું છે?
વિદ્યાર્થી: સર, હાથી.
શિક્ષક: અને એનાથી પણ મોટું?
વિદ્યાર્થી: હાથીના ફોટાવાળું હોર્ડિંગ!
•••
શિક્ષક: બોર્ડ પર મેં જે લખ્યું છે એ તને વંચાય છે?
વિદ્યાર્થી: ના સર.
શિક્ષક: કેમ? ચશ્માના નંબર છે?
વિદ્યાર્થી: ના સર, તમારા અક્ષર ડોક્ટર જેવા છે!
•••
ચંગુ સ્કૂલમાં ગધેડો લઇને ગયો
શિક્ષક: આ ગધેડો કેમ લાવ્યો છે?
ચંગુ: મેમ, તમે હંમેશા કહો છોને કે મેં મોટા-મોટા ગધેડાને માણસ બનાવ્યા છે તો આ મારા ગધેડાને પણ બનાવી દો ને!
•••
ભૂરો ગર્લફ્રેન્ડને ડેટ પર લઇ ગયો.
ડિનર બાદ ભૂરાએ કહ્યુંઃ હું તને કંઇ કહેવા માગું છું, નારાજ ના થતી...
ગર્લફ્રેન્ડ: ના નહીં થઉ બોલ.
ભૂરો: આપણે આપણું આ બિલ અડધું-અડધું કરી લઇએ?
•••
ડોક્ટર: તમે આવવામાં મોડું કરી દીધું.
મનિયો ઉદાસ થઇને બોલ્યોઃ સાહેબ મારી પાસે કેટલો સમય બાકી છે?
ડોક્ટર: ભાઈ, તું મરવાનો નથી તમે મોડા આવ્યા છો એટલે કે હું ઘરે જઇ રહ્યો છું.
•••
ગર્લફ્રેન્ડઃ જાનુ, તને ખબર છે મારા એક શ્વાસ પર હજારો છોકરા મરે છે.
બોયફ્રેન્ડઃ થોડો સયમ કાઢીને સવારે બ્રશ કરવાનું રાખ, લોકોના જીવ બચશે.
•••
સાસુ જમાઇ રાજ તમે લગ્ન પહેલા રોજ મંદિર જતા હતા?
જમાઇ: હા સાસુમા.
સાસુઃ તો હવે કેમ નથી જતા?
જમાઇ: લગ્ન પછી હવે ઇશ્વર પરથી ભરોસો ઉઠી ગયો છે.

•••


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter