પત્ની: પ્લીઝ બાઇક ધીમી ચલાવો, મને બહુ બીક લાગે છે.
પતિ: એમ, બીક લાગે છે? તો તું પણ મારી જેમ આંખ બંધ કરી દે!
•••
સોનુ: મારા કાકા પાસે સાઇકલથી માંડીને વિમાન, જહાજ બધું છે.
મોનુ: એમ? તો તો તારા કાકા બહુ મોટા માણસ લાગે છે.
સોનુ: ના, ના, એમની તો રમકડાંની
દુકાન છે!
•••
શિક્ષકઃ બોલ ભૂરા, 50 માણસો માટે પાંચ કિલો તુવેરદાળ દાળ જોઈએ તો, 75 માણસો માટે કેટલી દાળ જોઈએ?
ભૂરોઃ સાહેબ, તુવેરદાળ તો પાંચ કિલો જ જોઈશે, પાણીની માત્રા વધારવી પડશે!
•••
ચેલોઃ ગુરુજી એવી પત્નીને શું કહેવાય જે સુંદર હોય, સુશીલ હોય, કહ્યાગરી હોય, અને ક્યારેય કજિયો ન કરતી હોય?
ગુરુ: ભ્રમ!
•••


