પત્ની: સાંભળો, તમે રોજ આંબળાનો જ્યુસ પીઓ. એનાથી લોહી સાફ રહે છે.
પતિઃ જેવું છે એવું પી લે... હવે એમાં પણ તારા નખરા છે!
•••
પતિ-પત્ની એક એક્સિડન્ટમાં મરી ગયા. પતિ ભૂત બન્યો અને પત્ની ચૂડેલ.
પત્નીઃ તમે કેટલા બદલાઈ ગયા છો!
પતિઃ પણ પગલી, તું તો એવી જ રહી.
•••
પ્રેમથી પતિનું માથું દબાવતા પત્ની બોલીઃ લગ્ન પહેલા તમારું માથું કોણ દબાવી આપતું હતું?
પતિઃ કોઈ નહીં. લગ્ન પહેલા માથું દુખતું જ નહોતું.
•••
ચંપા: તમારી વહુ કેવી છે?
મંછા: વહુ તો બહુ ખરાબ છે. રોજ સવારે મોડી ઊઠે છે. મારો દીકરો એના માટે ચા બનાવે છે. ઘરનું કોઈ કામ સમયસર કરતી નથી. જ્યારે જુઓ ત્યારે બહાર જ જમવા જવું હોય છે એને!
ચંપા: અને તમારો જમાઈ કેવો છે?
મંછા: જમાઈ તો ભગવાન જેવો છે. રોજ સવારે મારી દીકરીને ચા બનાવીને પીવડાવે છે. ઘરનું કોઈ કામ તેને કરવા દેતા નથી. મોટાભાગે બહાર જમવા લઈ જાય છે. ભગવાન આવો જમાઈ સૌને આપે!
•••
જ્યારે પણ તમને એવું લાગે કે તમારું ઘર નાનું છે, તો પોતું લગાવી જોજો. મહેલ લાગશે મહેલ!
•••
એક ડોક્ટર ભારપૂર્વક દર્દીને કહી રહ્યા હતા કે તમારા માટે સર્જરી કરાવવી અત્યંત જરૂરી છે. દર્દી ના-ના કરતો રહ્યો, ડોક્ટર સમજાવતા રહ્યા. આખરે દર્દી માન્યો. ચર્ચા આગળ વધી.
દર્દી: કેટલો ખર્ચ થશે?
ડોક્ટર: 18 લાખ રૂપિયા.
દર્દી: અરે પણ આટલા બધા પૈસા મારે ક્યાંથી કાઢવા? સર્જરી કેન્સલ.
ડોક્ટર: તમારા એકસાથે 18 લાખ આપવાની જરૂર નથી. ફક્ત બે લાખ જમા કરાવી દો. બાકીના પૈસા 25-25 હજારના માસિક હપ્તે ભરી દેજો.
દર્દી: મને એવું કેમ લાગે છે કે જાણે હું કાર ખરીદવા નીકળ્યો હોઉં?
ડોક્ટરઃ તમને સાચું જ લાગી રહ્યું છે. ફરક એટલો છે કે તમે નહીં, હું કાર ખરીદી રહ્યો છું!
•••
પાડોશની નાની બેબલી દોડાદોડ કરતી રમી રહી હતી. મારી નજર એના કાંડે બાંધેલા રિસ્ટબેન્ડ સ્ટેપ કાઉન્ટર પર પડી.
મેં હસીને પૂછ્યછયુંઃ ‘બેટા, તેં આ કેમ બાંધ્યું? તું તો એટલી દોડાદોડી કરે છે કે તારાં તો એક કલાકમાં પસાચ હજાર ડગલાં થઈ જાય!’
ડાહી દીકરીએ જવાબ આપ્યો, ‘ના અંકલ, આ સ્ટેપ કાઉન્ટર મારું નથી, મમ્મીનું છે. હું રમવા નીકળું ત્યારે એ મને પહેરાવી દે છે અને સાંજે પપ્પા આવે ત્યારે એમને બતાવશે કે જુઓ, આજે હું કેટલાં સ્ટેપ્સ ચાલી!’
‘પણ તારી મમ્મી છે ક્યાં?’
‘એ તો શેરીના નાકે પાણીપુરી ખાવા
ગઈ છે, એક્ટિવા લઈને!’
•••


