પતિ: હું વિચારું છું કે મારા જૂના કપડાં કોઈને આપી દઉં. કોઈ ભૂખી-તરસી ગરીબ મહિલાને કામ લાગશે.,
પત્ની: અચ્છા! પણ જેને તારા માપના કપડાં આવે એ ભૂખી-તરસી હોય!?
•••
ડોક્ટર: તમારા પત્નીની તબિયત હવે કેવી છે?
પતિ: તમારી દવાથી એકદમ સારું થઈ ગયું છે. આજ સવારે જ મારી સાથે ઝગડો કર્યો.
•••
સુંદરઃ યાર મારું બહુ માથું દુખે છે. શું કરું સમજાતું નથી.
મિત્ર: એક સરસ ઊંઘની દવા આપું છું. ઘરે જઈને પત્નીને ખવડાવી દેજે. એ ઊંઘતા રહેશે એટલા સમયમાં તારે આરામ થઈ જશે.
•••
પત્ની: તમે લગ્ન પહેલાં તો મને હંમેશા ફરવા લઈ જતા હતા. અને હવે લગ્ન બાદ કેમ નહીં?
પતિ: અરે ચૂંટણી પૂરી થાય એ પછી ક્યાંય પ્રચાર થતા જોયો છે!
•••
પતિ: હું તારા માટે મારો જીવ પણ આપી શકું છું વહાલી.
પત્ની: મારે તમારા જીવની જરૂર નથી તમે તો બસ મારી સાથે જીવીને બતાવો!
•••
દુકાનદાર: શું થયું બેન મોબાઇલમાં?
યુવતી: જુઓને નેટવર્ક નથી આવતું.
દુકાનદાર: અરે બેન એ તો ખરાબ વાતાવરણના કારણે...
યુવતી: તો એક કામ કરો, ફોનમાં નવું વાતાવરણ જ નાખી આપો.
•••
ડોક્ટરે આંખો તપાસીને કહ્યું, ‘રાજકારણી લાગો છો...’
દર્દી રાજી થઈને બોલ્યો, ‘હા - હા... સાવ સાચું, પણ તમને કેવી રીતે ખબર પડી?’
ડોક્ટર કહે, ‘તમારી આંખોમાં શરમ જેવું કશું રહ્યું જ નથી!’
•••
ટીચર: મને એ જણાવો કે ડેટ અને તારીખમાં શું તફાવત છે?
બંટી: મેડમ, આ તો સિમ્પલ સવાલ છે. ગર્લફ્રેન્ડ સાથે જવાનું હોય તો ડેટ કહેવાય, વકીલ સાથે જવાનું હોય તો તારીખ કહેવાય!
•••


