ભગવાન એક કાકાને... ‘બોલ વત્સ શું વરદાન જોઈએ છે?’
કાકા: પ્રભુ, એક નોકરી, પૈસાથી ભરેલો ઓરડો, સરસ મજાની ઊંઘ અને ગરમીથી છુટકારો!
ભગવાન: તથાસ્તુ.
કાકા હવે ATMમાં નોકરી કરી રહ્યા છે.
•••
ચિંટુઃ તારો ભાઈ શું કરે છે?
પપ્પુ: આમ તો એક દુકાન ખોલી હતી, પરંતુ અત્યારે જેલમાં છે.
ચિંટુ: એવું કેમ?
પપ્પુઃ હથોડા વડે દુકાન ખોલી હતીને એટલે!
•••
એક ભેંસની વ્યથા
બાળકો લગભગ દૂધ મારું જ પીએ છે,
પણ શાળામાં નિબંધ લખશે ગાય વિશે!
કોઈને વાંચતા ન આવડે તો કહેવાય, ‘આને તો કાળા અક્ષર ભેંસ બરાબર છે.’ તો શું બીજા ઢોર ગ્રેજ્યુએટ છે?
કોઈ ભૂલ કરે તો કહેવાય, ‘ગઈ ભેંસ પાણીમાં...’ તો શું બીજા ઢોર મોલમાં શોપિંગ કરવા જાય છે?
બુડથલ વ્યક્તિને તરત ‘ડોબા’નું વિશેષણ મળે છે. તો શું સમગ્ર ઢોરઢાંખરમાં સૌથી બુડથલ હું જ છું? ગધેડો નહીં?
નક્કી કરો તમે! વાત ન સમજાય તો બધા કહેશે, 'આ તો ભેંસ આગળ ભાગવત...'
તો શું બીજા ઢોર આગળ ‘રામાયણ’ વંચાય છે?
ચાલો આ બધું માફ...
પણ છેલ્લે એક વાત કહી દઉં. ગાયને ભલે તમે ‘મા’ કહો... પણ મને કોઈક વાર તો 'માસી’ કહો!
પણ તમે નહીં જ કહો અને તમે નહીં જ સમજો..
આને જ કહેવાય ‘ભેંસ આગળ ભાગવત!!
હવે સમજાયું?
•••
ટીચર: આજકાલ તારું ભણવામાં કેમ ધ્યાન નથી?
સ્ટૂડન્ટ: સર, સ્ટૂડન્ટ બે કારણથી ભણવામાં ધ્યાન આપે છે.
ટીચર: એ શું?
સ્ટૂડન્ટ: એક તો ડર હોય, બીજો શોખ હોય.
ટીચર: તો તું કેમ ભણતો નથી?
સ્ટૂડન્ટ: કારણ કે સર મને તમારો ડર નથી અને ભણવાનો શોખ નથી.
•••


