પતિઃ આ પનીરના શાકમાં ક્યાંય પનીર તો દેખાતું નથી!
પત્નીઃ ચુપચાપ ખાઇ લો. આ શાકનું નામ ખોયા પનીર છે.
•••
ગર્લફ્રેન્ડ: લગ્ન પછી હું તારા બધું સુખ-દુઃખમાં ભાગીદાર બનીશ.
બોયફ્રેન્ડ: પણ તારે સુખમાં જ ભાગીદાર થવાનું છે. જીવનમાં એવું કોઈ દુ:ખ છે જ નહીં.
બોયફ્રેન્ડનો મિત્રઃ ભાભી, લગ્ન પછી આવનારા દુ:ખની વાત કરે છે. દુઃખ આપશે પણ એ જ અને વહેંચશે પણ એ જ.
•••
ડેન્ટિસ્ટઃ તમારા પતિનો દાંત સડી ગયો છે, તેનો કાઢવો પડશે
પત્નીઃ કેટલા પૈસા થશે?
ડેન્ટિસ્ટઃ બસ, 50૦ રૂપિયા થશે.
પત્નીઃ 50 રૂપિયા લઇ લો અને દાંત થોડો ઢીલો કરી દો, એ તો હું કાઢી લઇશ.
•••
વરરાજાઃ પંડિત જી, કન્યાને મારી ડાબી તરફ બેસાડું કે જમણી તરફ?
પંડિતઃ જોઇ લે, જેમ તને ઠીક લાગે એમ. પછી તો માથા પર જ બેસવાની!
•••
શહેરી કન્યાના ગામડામાં લગ્ન થઇ ગયાં..
સાસુઃ વહુ, જા જઇને ભેંસને ઘાસ નાંખી આવ.
વહુ ગઇ તો ખરી, પણ ભેંસના મોં પર ફીણ જોઇને તરત જ પાછી આવી.
સાસુઃ કેમ પાછી આવી ગઇ?
વહુઃ મમ્મી, ભેંસ હજુ કોલગેટ કરે છે!
•••
પાડોશણઃ કાકી, તમે ક્યારના અંદર-બહાર કેમ થઇ રહ્યા છો?
કાકીઃ મારી વહુ ટીવીમાં જોઇને યોગ કરી રહી છે. તેમાં ક્યારના બોલે છે. સાસ અંદર બહાર કીજીએ.
•••
એક બા કેલ્શિયમની ગોળી ગળવા જતાં હતા. ગોળી નીચે પડી ગઈ અને બે ટુકડા થઈ ગયા. બા બોલ્યાં: લો, પોતે જ તૂટી ગઈ. આ શું તંબૂરો મારા હાડકાં મજબૂત કરશે!
•••


