મોલમાં બિસ્કિટનું પેકેટ ચોરી કરતા એક મહિલા પકડાઈ ગઈ.
જજ: તમે જે બિસ્કિટનું પેકેટ ચોર્યું છે એમાં 30 બિસ્કિટ હતા, એટલે તમને 30 દિવસની સજા સંભળાવવામાં આવે છે.
આ સાંભળી મહિલાનો પતિ બોલ્યોઃ સાહેબ, એણે મમરાંનું પેકેટ પણ ચોર્યું છે.
•••
પતિ: તારી પાસે ડ્રાઈવિંગ લાયસન્સ તો હતું. તો પછી કેમ પોલીસવાળાએ મેમો ફાડ્યો?
પત્ની: એમાં મારો ફોટો સારો નથી એટલે મેં ન બતાવ્યું.
•••
પતિ: સારું થયું મારા લગ્ન તારા સાથે થઈ ગયા.
પત્ની ખુશ થઈને: એમ? હું એટલી સારી છું?
પતિ: ના, મારા દરેક ગુનાની સજા આ જન્મમાં મળી ગઈને એટલે સારું થયું!
•••
મહિલાઓની મોટી સમસ્યા... વાળમાં રબ્બર બેન્ડ ત્રણ આંટીમાં બંધાતું નથી અને બે આંટીમાં ચોટી ઢીલી રહે છે!
•••
પતિ: તને પિયર જવા દીધી છતાં તું મારી સાથે કેમ ઝઘડે છે?
પત્ની: કેમ?!અમે વર્કફ્રોમ હોમ ના કરી શકીએ...
•••
બે દારૂડિયા ક્યાંક જતા હતા. રસ્તામાં ગાડીનું પેટ્રોલ સમાપ્ત થઈ ગયું
પહેલો દારૂડિયો: પેટ્રોલ પતી ગયું હવે આગળ નહીં જઈ શકાય
બીજો દારૂડિયો: કઈ વાંધો નહીં રિવર્સમાં લઈ લો. ઘરે પાછા જઈએ!
•••
દારૂડિયો ચક્ષુદાન કરવા ગયો કાઉન્ટર પર ક્લાર્કે તેને કહ્યું, ‘તમે કંઈક વિશેષ સંદેશ આપવા માગો છો?’
દારૂડિયો: જેને પણ લગાવો તેને કહી દેજો બે પેગ બાદ જ આંખ ખુલશે.
•••
ચિન્ટુએ ડોક્ટરની ડિસ્પેન્સરીએ જઈને પૂછયુંઃ ડોક્ટર સાહેબ ઘરે આવીને ચેક કરવાની ફી કેટલી છે?
ડોક્ટર: 300 રૂપિયા.
ચિન્ટુ: તો ઝડપથી ચાલો. અને લો, આ 300 રૂપિયા...
ડોક્ટર ચિન્ટુને બાઇકની પાછળ બેસાડીને થોડી વારમાં તો તેના ઘરે પહોંચી ગયા.
ડોક્ટર: દર્દી ક્યાં છે?
ચિન્ટુ: કોઈ દર્દી નથી. તમે જઈ શકો છો.
ડોક્ટર: કેમ?
ચિન્ટુ: આ તો ટેક્સીવાળો 500 કહેતો હતો એટલે તમને લઈ આવ્યો!
•••
પતિ: આજે આલુપરોઠામાં આલુ જોવા મળતાં નથી. માત્ર પરોઠા હોય એવું જ લાગે છે.
પત્ની: આવી ધડ માથા વગરની વાતો નહીં કરવાની.
પતિ: લે! આમાં શું ધડ માથા વગરની વાત છે?
પત્ની: તો શું? મુંબઈનો હલવો ખાવ છો એમાં મુંબઈ નજરે પડતું હોય છે?
•••


