દીકરો: મમ્મી, મારે આ ફોર્મ ભરવાનું છે. એમાં પૂછ્યછયું છે - પરમેનન્ટ આઈડેન્ટિફિકેશન માર્ક, એટલે કે શરીર પર દેખાતી કાયમી નિશાની. આમાં હું શું લખું?
મમ્મી: લખ, જમણા હાથમાં મોબાઈલ ફોન.
•••
પતિઃ તું પિયરે જઈને પણ મારા સાથે કેમ ઝઘડે છે?
પતિઃ વર્ક ફ્રોમ હોમ... રજાની મજામાં પ્રેક્ટિસ છૂટી ન જાય એટલે!
•••
પતિઃ દુનિયામાં કોઈ કામ અશક્ય નથી.
પત્નીઃ તો, તમારા માટે નહાવાનું ગરમ પાણી ન મૂકુંને?
•••
ભલે ગમેએટલી અંગ્રેજી શીખી લો. કૂતરું પાછળ પડે તો 'હટ..હટ' જ બોલવું પડે. એને એક્સક્યુઝ મી ન બોલી શકાય!
•••
સિક્યોરિટી ગાર્ડને ઇન્ટરવ્યૂમાં પૂછવામાં આવ્યું, ‘અંગ્રેજી સારી રીતે આવડે છે?’
સિક્યોરિટી ગાર્ડઃ ચોર ઇંગ્લેન્ડથી આવવાનો છે?
•••


