હાસ્ય

હાસ્ય - જોક્સ

Wednesday 06th September 2023 12:35 EDT
 
 

શિક્ષકઃ બાળકો વહેલા જાગવાના ઘણા ફાયદા છે. બધાએ વહેલાં જાગવું જોઈએ.
ભૂરોઃ સાહેબ એકાદ ઉદાહરણ તો આપો.
શિક્ષકઃ ગઈકાલે સવારે મારા ઘરે બિલાડી પાંચ વાગ્યે જાગી તો ઉંદર મળ્યો અને ખાઈ ગઈ. બિલાડીને લાભ થયો કે નહીં?
ભૂરોઃ પણ સાહેબ ઉંદર એના કરતાં વહેલો જાગ્યો એમાં જીવ ગયોને એનો.
•••
શિક્ષકઃ આપણા દેશમાં સરેરાશ મૃત્યુદર કેટલો છે?
ચંગુઃ સાહેબ 100 ટકા...
શિક્ષકઃ 100 ટકા? તું શું કહેવા માગે છે...
ચંગુઃ સાહેબ 100 ટકા એટલા માટે કારણ કે જે જન્મે છે તેનું મરણ પણ નિશ્ચિત છે.
ગર્લફ્રેન્ડે ગુસ્સામાં બોયફ્રેન્ડને કહ્યું તારામાં મગજ જેવું કંઈ છે કે નહીં?
બોયફ્રેન્ડ: હા છે, પણ તને તો નહીં જ આપું.
•••
ચંગુ મોબાઇલ કંપનીમાં ઇન્ટરવ્યૂ આપવા ગયો ને તેને પહેલા સવાલ પર જ કાઢી મુકાયો હતો. શા માટે? સવાલ હતોઃ કયું નેટવર્ક સૌથી પ્રખ્યાત છે? ચંગુનો જવાબ હતોઃ કાર્ટૂન નેટવર્ક.
•••
ટીના; યાર, મારા વાળ બહુ ખરે છે.
મીના: કેમ?
ટીના: ચિંતાને કારણે.
મીના: પણ તને શેની ચિંતા છે?
ટીના: વાળ ખરવાની.
•••
સવારમાં ઊંઘમાંથી ઊઠતાં પત્નીએ કહ્યુંઃ સાંભળો છો?
પતિ: બોલો શું થયું?
પત્ની: મને સપનું આવ્યું કે તમે મારા માટે હીરાનો હાર લઇને આવ્યા છો.
પતિ: સારું તો પાછી સુઇ જા અને તેને પહેરી લે.
•••
ચંગુ પરીક્ષા આપવા ગયો. પેપરમાં સવાલ હતો સવાલઃ કયું પ્રવાહી ગરમ થવા પર સોલિડ બની જાય છે?
ચંગુનો જવાબ: ચણાના લોટના ભજીયા.
•••
કન્યાની વિદાય થઇ ગયા બાદ પણ નવવધૂ રડતી હોવાથી વરની માતાએ લાગણીભેર કહ્યું, ‘વહુ બેટા હવે છાના રહો, ઘરેથી દૂર આવી ગયા છીએ
નવવધૂઃ ના, હું છાની નહીં રહું. મારે બારી પાસે બેસવું છે
•••
પુરુષો એટલી હદ સુધી બદનામ થઇ ગયા છે કે જો કોઇ પુરુષ કોઇના લગ્નમાં દિલથી નાચે તો મહિલાઓ એમ જ કહેશેઃ જો, પાર્ટી એકદમ ટાઇટ થઇને આવી છે...
•••


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter