હાસ્ય - જોક્સ

હાસ્ય-જોક્સ

Wednesday 06th April 2022 07:03 EDT
 
 

લગ્નવિધિ સંપન્ન થઈ વરરાજા ગોરબાપાને પગે લાગ્યા. પૂછ્યું દક્ષિણા કેટલી આપું?
ગોરબાપા કહે, વહુ જેટલી રૂપાળી હોય એટલી!
વરરાજાએ સો રૂપિયાની નોટ ગોરબાપાને આપી. વર-વધૂ ઊભા થતા હતા ત્યાં પવન લહેર આવી ને વહુનો ઘૂંઘટ ઊડી ગયો.
ગોરબાપાએ પચાસ રૂપિયા ખિસ્સામાંથી કાઢીને વરરાજાને આપતા કહ્યું, ‘બેટા! મને અણહકનું ના ખપે!’
---
રેલવે પોલીસે ભૂરાને પ્લેટફોર્મ પર જ પકડી લીધો અને કડકાઇથી પૂછ્યુંઃ તારી ટિકિટ ક્યાં છે, બતાવ...
ભૂરોઃ હું તો ટ્રેનમાં આવ્યો જ નથી.
પોલીસ અધિકારીઃ તેનો પુરાવો શું છે?
ભૂરોઃ મારી પાસે ટિકિટ નથી એ જ તો પુરાવો છે.
---
ટીચરઃ જિગા તું ભણવામાં ખૂબ નબળો છે. હું તારા જેવડો હતો ત્યારે ગણિતના તમામ જવાબો ફટાફટ આપી દેતો હતો.
જિગોઃ તમને સારા ટીચર મળી ગયા હશે સર, બધાના નસીબ એટલા સારા ન હોઈ શકે.
---
લીલીઃ કયા ઘરમાં શાંતિ હોય?
ભૂરોઃ જે ઘરમાં પતિ, પત્ની, બાળકો અને બાકીના બધા ઘરમાં હાજર હોય અને મોબાઈલમાં વ્યસ્ત હોય ત્યાં શાંતિ જ શાંતિ હોય.
---


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter