હાસ્ય - જોક્સ

હાસ્ય - જોક્સ

Wednesday 27th April 2022 06:41 EDT
 
 

ટીચરઃ ગરમીમાં વસ્તુઓનું વિસ્તરણ થાય છે તેનું ઉદાહરણ આપો.
ભૂરોઃ ઠંડીમાં અમારું વેકેશન દસ હોય છે અને તે જ વેકેશન ગરમીના દિવસોમાં વધીને બે મહિનાનું થઇ જાય છે.
--
ડોક્ટરઃ રોજ સવારે ગરમ પાણી પીવાનું રાખો.
ચમનલાલઃ એ તો ૧૫ વર્ષથી રોજ પીઉં છું.
ડોક્ટરઃ ૧૫ વર્ષથી પીઓ છો? તો આ તકલીફ ન હોઈ શકે!
રસિકાઃ ડોક્ટર સાહેબ, એ તો મારી ચાને ગરમ પાણી કહે છે.
--
બબલદાસઃ મને આખા દિવસમાં ફક્ત બપોરના બે કલાક જ આરામ મળે છે
રસિકલાલઃ એમ! નસીબદાર છે યાર, બપોરે બે કલાક તો મળે છે.
બબલદાસઃ અરે હું સૂઈ નથી જતો, આ તો મારી વાઇફ બપોરે બે કલાક સૂઈ જાય છે.
--
મીનાઃ યાદ છે ડિયર આપણે જ્યારે કોલેજમાં હતા ત્યારે પેલી કવિતા તમને બહુ ગમતી હતી અન મને જરાય નહોતી ગમતી... જો તમને બરાબર યાદ હોય તો.
બબલદાસઃ બરાબર યાદ નથી, પે’લી પહેલી બેન્ચવાળી કે છેલ્લી બેન્ચવાળી.

--


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter