ભૂરોઃ તું દિવસે ને દિવસે અત્યંત સુંદર થતી જાય છેને કંઇ...
લીલીઃ તમને કેવી રીતે લાગ્યું?
ભૂરોઃ આ રોટલીઓ તને જોઈને દરરોજ બળી જાય છે એના પરથી ખ્યાલ આવ્યો.
---
જિગોઃ જે દિવસથી મારી ફિયાન્સીને મળીને આવ્યો છું તે દિવસથી હું કશું ખાઈ શકતો નથી, કે પી શકતો નથી અને હસી પણ શકતો નથી.
ભૂરોઃ મતલબ તને તારી ફિયાન્સી સાથે એટલો બધો પ્રેમ થઈ ગયો છે.
જિગોઃ નહીં... કારણ કે એક મુલાકાતમાં મારો એક મહિનાનો પગાર વપરાઈ ગયો છે.
---
જજઃ તમે શું ગુનો કર્યો છે?
ભૂરોઃ મેં વહેલાં શોપિંગ કરી લીધું છે.
જજઃ વહેલા શોપિંગ કરવું કાંઈ ગુનો નથી. પણ કેટલા વાગે શોપિંગ કર્યું હતું?
ભૂરોઃ દુકાન ખૂલી તે પહેલાં.
---
શિક્ષકઃ આ પક્ષીના પગ જોઈને તેનું નામ લખો
ભૂરોઃ મને નથી ખબર
શિક્ષણઃ સાવ ડોબા જેવો જ છે... બોલ તારું નામ શું છે?
ભૂરોઃ મારા પગ જોઈને નામ લખી લ્યો.
---
ચંપાઃ મારા માટે તો લગ્નના દૂર દૂરથી માંગા આવતા હતા.
જિગોઃ નજીક રહેતા હોય એ તો વાસ્તવિકતા જાણતા જ હોય ને.
---
સાસુઃ તમને કેટલી વખત કહ્યું કે, મારી દીકરી હવે તમારા ઘરે પાછી નહીં જ આવે. શા માટે દરરોજ ફોન કરો છો?
જમાઈઃ બસ આ આનંદના સમાચાર વારંવાર સાંભળવા માટે.
---
ભૂરોઃ જો સામેવાળી છોકરી કેવી મને ફ્લાઈંગ કિસ આપે છે?
જિગોઃ ડફોળ, ચશ્મા સાફ કરીને જો... એ કિસ નથી આપતી, સિંગનાં ફોતરાં ઉડાડે છે.
---