જિગોઃ મારે ડબલ બેડવાળો રૂમ જોઈએ છે
હોટેલ રિસેપ્શનિસ્ટઃ સર તમે એકલા જ છો તો પછી કેમ ડબલ બેડવાળો રૂમ જોઈએ છે. કોઈ પરિણીત વ્યક્તિ આવે તો એ આપવા ચાલે.
જિગોઃ હું પરીણિત જ છું, પણ મારે આજે રાત્રે બેડમાં બીજી તરફ શાંતિ હોય તેવો આનંદ લેવો છે.
---
શિક્ષકઃ વહેલું કોણ ઊઠી જાય છે?
ભૂરોઃ બેન્કો.
---
શેઠઃ રમણલાલ, હું જરા બજારમાં જઈને આવું છું. દુકાનનું ધ્યાન રાખજો. કોઈ આવે તો એના કહ્યા પ્રમાણે ઓર્ડર પૂરો કરજો.
રમણલાલઃ સારું શેઠ.
શેઠ પાછા આવ્યા પૂછ્યુંઃ રમણલાલ કોઈ આવ્યું હતું?
રમણલાલઃ હા શેઠ! બે માણસોએ આવી કહ્યું હાથ ઊંચા કરો, મેં એનો ઓર્ડર માન્યો અને એ લોકો તિજોરીમાંથી કંઇક લેતા ગયા છે.
---
શિક્ષકઃ હું તને આજે બે બિલાડી આપું. આવતીકાલે બે બિલાડી આપું તો તારી પાસે કુલ કેટલી બિલાડી થાય?
જિગોઃ પાંચ.
શિક્ષકઃ ફરથી ગણી જો કેટલી થાય.
જિગોઃ પાંચ થાય.
શિક્ષકઃ બે વત્તા બે ચાર થાય....
જિગોઃ પણ સર, મારી પાસે એક બિલાડી પહેલેથી જ છે તો પાંચ થાય ને...
---
શિક્ષકઃ સૌથી વધારે નશો શેમાં હોય છે?
ભૂરોઃ ભણવાના પુસ્તકમાં....
શિક્ષકઃ કેવી રીતે?
ભૂરોઃ ચોપડીઓ ખોલતાં જ ઊંઘ આવે છે.
---
શિક્ષકઃ દુનિયાનો સૌથી લાંબો સાપ ક્યાં જોવા મળે છે.
જિગોઃ સાપસીડીમાં 99 નંબર ઉપર. સીધો 2 નંબર ઉપર લઈ આવે છે.
---