હાસ્ય - જોક્સ

હાસ્ય - જોક્સ

Wednesday 05th January 2022 04:35 EST
 
 

શિક્ષકઃ ભૂરા, ગણિતમાં તારા માર્ક્સ આટલા ઓછા કેમ છે?
ભૂરોઃ સર પરીક્ષાના દિવસે મારી બાજુમાં બેસતો પપ્પુ આવ્યો ન હતો એટલે.
•••
ટીચરઃ ભૂરા તેં ક્યારેય કોઈ સારું કામ કર્યું છે?
ભૂરોઃ હા સર, હજુ કાલે જ એક વૃદ્ધ કાકા ધીરે-ધીરે ઘરે જતાં હતાં, મેં તેમની પાછળ કૂતરો દોડાવ્યો તેથી તેઓ જલ્દી ઘરે પહોંચી ગયા.
•••
ટીચરઃ ડોન્કીને ગુજરાતીમાં શું કહીએ છીએ?
જિગોઃ ગધેડો.
ટીચરઃ પુસ્તકમાં જોઈને જવાબ આપે છે ને?
પપ્પુઃ ના સર, હું તો તમારી સામે જોઈને જવાબ આપું છું.
•••
લીલીઃ લગ્ન એટલે શું?
ભૂરોઃ લગ્ન એટલે એક એવું જોડાણ જેમાં બે લોકો એવી સમસ્યાઓનું સમાધાન શોધવા મથતા હોય છે જે પહેલાં ક્યારેય તેમના જીવનમાં આવી જ નહોતી.
•••
પપ્પાઃ ક્યાં હતો અત્યાર સુધી?
ભૂરોઃ રિયાની મમ્મી સાથે.
પપ્પાઃ રિયા કોણ છે?
ભૂરોઃ તમારી ભાવિ પૌત્રી.
•••
લીલીઃ ડેટ અને તારીખ વચ્ચે શું ફરક હોય છે?
ચંપાઃ ડેટમાં બોયફ્રેન્ડ સાથે જવાનું હોય છે અને તારીખમાં વકીલની સાથે!
•••
ભૂરોઃ મારા નાનકડા દીકરા માટે વિટામીનની ગોળી આપો.
કેમિસ્ટઃ સર, વિટામીન એ, બી, સી, ડી... કઈ ગોળી આપું?
ભૂરોઃ ગમે તે આપોને એ તો નાનો છે. તેને હજુ ક્યાં એબીસીડી આવડે છે!
•••
ભૂરોઃ તમે એક લિટર પેટ્રોલમાં કેટલા કિલોમીટર કાર ચલાવો છો?
જિગોઃ બે કિલોમીટર.
ભૂરોઃ કેમ આટલી બધી ઓછી એવરેજ?
જિગોઃ કારની એવરેજ તો બરાબર જ છે. બાકીના ૧૪ કિલોમીટર મારી પત્ની ચલાવે છે!
•••


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter