હાસ્ય - જોક્સ

હાસ્ય - જોક્સ

Wednesday 29th March 2023 10:08 EDT
 
 

ટીનાઃ યાર, મારા વાળ બહુ ખરે છે.
મીના: કેમ?
ટીના: ચિંતાને કારણે.
મીના: તને એવી તો શું ચિંતા છે?
ટીના: વાળ ખરવાની...
•••
રસિકલાલ ફોટો પડાવવા માટે ગયા. ફૂલ નશામાં હોવાથી સીધા બેસી જ શકતા નહોતા.
ફોટોગ્રાફરઃ સાહેબ, જરા સીધા બેસોને, શાના માટે ફોટો પડાવવો છે.
રસિકલાલઃ ડ્રાઈવિંગ લાયસન્સ કઢાવવું
છે માટે.
ફોટોગ્રાફરઃ પણ નશાની હાલતમાં?
રસિકલાલઃ હા ભાઈ, પોલીસ ગાડી ઊભી રાખીને લાયસન્સ ચેક કરે તો એને ખાતરી થાય કે મારો ચહેરો જ આવો છે હું પીધેલો નથી.
•••
મંગુડી (બોયફ્રેન્ડ મંગુને)ઃ હવે તમે પહેલાં કરતાં બહુ સુંદર લાગો છો, આ ખૂબસૂરતીનું રહસ્ય શું છે?
મંગુઃ ઠંડીના દિવસો જતા રહ્યા છે એટલે હવે દરરોજ નાહું છું.
•••
જમાઈ: તમારી છોકરીનો બહુ ત્રાસ છે. બહુ નખરાં કરે છે અને વગર કારણે ઝઘડે છે.
સસરા સહાનુભૂતિ સાથે કહેઃ ભાઈ, તારી પાસે જે ‘કટપીસ’ છે ને એનો ‘આખો તાકો’ મારી પાસે છે.
જમાઈ ચૂપ થઈ ગયા...
•••
પત્નીનો તાવ માપવા ડોકટરે મોમાં થર્મોમીટર મૂક્યું અને મો બંધ રાખવા કહ્યું.
થોડી વાર સુધી પત્નીને ખામોશ બેઠેલી જોઈ એટલે ભોળા ગામડિયા પતિએ ભાવુક થઈ ડોક્ટરને હળવેકથી પૂછ્યછયુંઃ સાહેબ, આ ડાંડલી કેટલાની આવે?
•••
જિગોઃ રિસાઈક્લિંગ એટલે શું?
ભૂરોઃ સાઇકલ ચલાવીને પગ દુઃખે પછી મોટસાઈકલ લ્યે, એમાં પાછી પીઠ દુઃખ એટલે કાર લ્યે ત્યાં વળી પેટ મોટું થઈ જાય એટલે જિમ જોઈન કરે અને ત્યાં જઈને પાછો સાઈકલ હાંકે તેનું નામ જ રિસાઇકલિંગ.
•••
ભૂરોઃ તમારા પતિનો ટેસ્ટ નેગેટિવ આવ્ય છે.
ચંપાઃ એમના વિચારો જ નેગેટિવ છે, નહીં આવે પોઝિટિવ રે’વા દો સાહેબ!
•••


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter