હાસ્ય - જોક્સ

હાસ્ય - જોક્સ

Wednesday 12th April 2023 09:37 EDT
 
 

બબલદાસનો ભગવાન સાથે ભેટો થઈ ગયો

ભગવાનઃ વત્સ, તું ત્રણ સવાલના જવાબ કે વરદાન માગી શકે છે.
બબલદાસઃ ભગવાન, હજાર વર્ષ કેટલા લાંબા હોય છે?
ભગવાનઃ મારા માટે તો એક મિનિટ જેટલા...
બબલદાસઃ એક કરોડ રૂપિયા કેટલા હોય?
ભગવાનઃ મારા માટે એક પાઇ બરાબર.
બબલદાસઃ તો ભગવાન, મને એક પાઈ આપી દો.
ભગવાનઃ એક મિનિટ રાહ જો!
•••
પિતા (પુત્રને)ઃ તને જોવા કન્યાવાળા આવવાના છે. તેમને પગાર વધારે જણાવજે...
યુવતીના પિતાઃ બેટા કેટલું કમાઈ લો છો?
છોકરોઃ આમ તો પગાર 1.5 કરોડ રૂપિયા છે પણ કપાત થતાં હાથમાં 10 હજાર આવે છે.
•••
શિક્ષકે વિદ્યાર્થીઓને ક્રિકેટ મેચ પર નિબંધ લખવા કહ્યું. બધા વિદ્યાર્થી લખવા માંડ્યા પણ ચંગુ બેઠો હતો.
શિક્ષક: કેમ ચંગુ તું નથી લખતો?
ચંગુ: સાહેબ વરસાદ પડતા મેચ રદ થઈ છે.
•••
બોયફ્રેન્ડઃ લોકડાઉન છે, કઈ રીતે મળીશું?
ગર્લફ્રેન્ડઃ વેક્સિન સેન્ટર પહોંચી જા, આમ પણ ત્યાં ભીડ હોય છે. નંબર જલદી નથી લાગતો. આરામથી બેસીને વાતો કરીશું.
•••
ચંગુઃ યાર મચ્છરથી છુટકારો મેળવવાનો ઉપાય શું છે?
મંગુઃ રાત્રે સૂતા પહેલાં એક મચ્છર મારી નાંખ, બાકીના બધા તેના મોતથી દૂર થઈ જશે અને તમે આરામથી સુઈ શકશો.
•••
પતિ-પત્ની પાર્કમાં હાથમાં હાથ નાંખીને ફરી રહ્યા હતા એવામાં એક તોફાની બાળક ત્યાંથી નીકળતા બોલ્યોઃ અંકલ, કલ વાલી
મસ્ત થી.
હવે પતિ ચાર દિવસથી ભૂખ્યા પેટે બગીચામાં તે બાળકને શોધી રહ્યો છે.
•••
પપ્પુએ રસ્તા પર કેળાની છાલ ફેંકી. રસ્તે ચાલતા એક માણસનો તેના પર પગ પડતા તે લપસીને પડી ગયો.
ટોળું એકત્ર થઈ ગયું અને પૂછવા લાગ્યું કે આ છાલ કોણે ફેંકી?
એક માણસ ગુસ્સામાં બોલ્યોઃ ફેંકી હશે કોઈ કૂતરાએ.
પપ્પુ ખૂણામાં જઈને હસવા લાગ્યોઃ કેળાંની છાલ મેં ફેંકી અને નામ કૂતરાનું આવી ગયું.

•••


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter