હાસ્ય - જોક્સ

હાસ્ય - જોક્સ

Wednesday 28th June 2023 04:53 EDT
 
 

જિગોઃ યાર મોટી દુવિધામાં ફસાઈ ગયો છું.
ભૂરોઃ શું થયું?
જિગોઃ યાર ઘરવાળીનો મેકઅપનો ખર્ચો પોસાતો નથી અને મેકઅપ ના કરે તો ઘરવાળી જોવી પોસાતી નથી!

•••

જિગોઃ પત્નીની વાત અને વડીલોની શિખામણ એક જેવા હોય છે.
ભૂરોઃ એ કેવી રીતે?
જિગોઃ ભલે કંઈ પણ સમજાય નહીં, પણ ધ્યાન લગાવીને સાંભળવું તો પડે જ.
•••
ભૂરોઃ ખબર છે, પત્નીઓ સંતાનોને કેેમ મોટા અવાજે ખખડાવે છે?
જિગોઃ ના કેમ?
ભૂરોઃ જેથી પતિઓ પર તેમનો ડર જળવાયેલો રહે.
•••
ભૂરોઃ તું બહુ પ્રેમાળ છે.
લીલીઃ થેન્કસ.
ભૂરોઃ તું બિલકુલ રાજકુમારી જેવી
દેખાય છે.
લીલીઃ થેન્ક યુ સો મચ... બોલ, બીજું શું કરી રહ્યો છે.
ભૂરોઃ બસ તારી સાથે મજાક...
•••
ભૂરોઃ પત્ની એટલે કોણ?
જિગોઃ પત્ની એટલે એ મહિલા જે પતિ પાસેથી 5000 લઈને 6000નો હિસાબ આપે અને છતાં 2000 બચાવી લે તે.
•••
ભૂરોઃ યાર બહુ તકલીફમાં છું...
જિગોઃ શું છે?
ભૂરોઃ શરીર કહે છે કસરત કરતો રહું. આત્માને ગાઠિયા-જલેબી પસંદ છે, શું કરું?
જિગોઃ શરીર તો નશ્વર છે, આત્માનો અવાજ સાંભળ.
•••
ભૂરોઃ તારો અભ્યાસ કેવો ચાલી રહ્યો છે?
જિગોઃ બિલકુલ તારા જીવન જેવો...
ભૂરોઃ મતલબ?
જિગોઃ ભગવાન ભરોસે...
•••
ચંપાઃ તું તો કહેતો હતો કે લગ્ન બાદ પણ મને બહુ પ્રેમ કરીશ
જિગોઃ સોરી યાર! મને શું ખબર કે મારા લગ્ન તારી સાથે જ થઈ જશે.
•••
ભૂરોઃ અધૂરા સપનાં પૂરા કરવા માટે શું કરવું જોઈએ?
જિગોઃ બહુ સહેલું છે, ફરીથી સૂઈ જવું જોઈએ.
•••


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter