હાસ્ય - જોક્સ

હાસ્ય - જોક્સ

Wednesday 12th January 2022 05:41 EST
 
 

શિક્ષક (વિદ્યાર્થીઓને) : એક એવું વાક્ય જણાવો જેમાં ઉર્દૂ, હિંદી, પંજાબી, અંગ્રેજી તમામ શબ્દોનો યોગ્ય ઉપયોગ થતો હોય.
લલ્લુઃ ઇશ્ક દી ગલી વીચ નો એન્ટ્રી.
શિક્ષકઃ હેં!?
•••
ચંપાઃ તમે મારા વિશે કંઈક રોમેન્ટિક કહોને?
ભૂરોઃ તેરી ખુલી ઝુલ્ફે ઇતના ગજબ ઢાતી હૈ... કભી દાલ તો કભી સબજી મેં નજર આતી હૈ...
•••
જિગોઃ આપણી ઓફિસમાં પરિણીત પુરુષોને જ કેમ નોકરી રાખવામાં આવે છે?
ભૂરોઃ કારણ કે એમને દલીલ કર્યા વગર ઓર્ડર માનવાની આદત પડી ગઈ હોય છે.
•••
ભૂરોઃ પત્નીની વ્યાખ્યા શું?
જિગોઃ પત્ની એટલે એવી વ્યક્તિ જે માત્ર સામે જુએ તો ટિંડોળાના શાકમાં પનીર ભુરજી જેવો સ્વાદ આવવા લાગે છે.
•••
ભૂરોઃ જિગા, તું લગ્ન માટે કન્યા જોવા ગયો હતો તે કેવી હતી? તને ગમી કે નહીં?
જિગોઃ ભૂરા, એ દેખાવમાં નોકિયા ૧૧૦૦ મોબાઈલ જેવી હતી પણ ઇગો તો આઇફોન એક્સ જેવો હતો.
•••
પતિઃ આપણે બંને સાથે મળીનો કોરોના વાઈરસ સામે લડીશું અને હરાવીશું
પત્નીઃ ના હોં, મને કોરોના જોડે નહીં ફાવે હું તો તમારી સાથે જ લડીશ.
•••
ભૂરોઃ જિગા તને ખબર છે કેળામાંથી પણ અનાનસ બને?
જિગોઃ ના હો એ કેવી રીતે?
ભૂરોઃ સરળ છે, Bananasમાંથી B કાઢી નાખો એટલે બની જાય...
•••
ભૂરોઃ મને તો ચિંતા થાય છે.
જિગોઃ શેની?
ભૂરોઃ આ કોરોના રાત્રિ કરફ્યૂમાં મોટો ભૂકંપ આવે તો ઘરમાં રહેવાનું કે બહાર જવાનું?
•••


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter