હાસ્ય - જોક્સ

હાસ્ય-જોક્સ

Wednesday 02nd February 2022 06:15 EST
 
 

બકોઃ ચાલને, આપણે એકાદ કોરોના પેશન્ટને સંતાડી દઈએ...
ભૂરોઃ કેમ?
બકોઃ આવતા વર્ષે પરીક્ષા સમયે કામ લાગશે.
•••
લીલીઃ આ લો ૨,૦૦૦ રૂપિયા.
ભૂરોઃ કેમ આજે આટલી ખુશ થઈ ગઈ.
લીલીઃ ખુશ નથી થઈ, તમે આ પૈસાથી દારૂ લઈને આવો.
ભૂરોઃ અરે અત્યારે મારે ઉપવાસ ચાલે છે, તેમાં દારૂ ક્યાંથી પીવાય?
લીલીઃ હવે મને દરરોજ દારૂની ગંધની આદત પડી ગઈ છે. મને તેની ગંધ વગર ઊંઘ નથી આવતી.
•••
પત્નીએ (પતિને રાતે બે વાગે જગાડીને): ૨૦૦૩ના વર્લ્ડકપમાં સચિને પાકિસ્તાન સામે કેટલા રન કરેલા?
પતિઃ ૯૮.
પત્નીઃ ચાંદની પિક્ચરમાં હિરોઈન કોણ હતી?
પતિઃ શ્રીદેવી.
પત્નીઃ આપણી સામે નવી પડોશણ રહેવા આવી છે તેનું નામ શું છે?
પતિઃ પેલી ૪૧૦માં આવી છે એને? એનું નામ આરતી છે.
પત્નીઃ તમને આ બધું યાદ છે તો રાતે બાર વાગ્યે મને બર્થ ડે વિશ કરવાનું કેમ ભૂલી ગયા?
પતિઃ હેં!
•••
એક ડોશી ઘરમાં એકલા સૂતા હતા અને ચોર ઘરમાં ઘૂસ્યા
ચોરઃ બધા ઘરેણા, રૂપિયાની તિજોરી ક્યાં છે?
ડોશીઃ ઘરનાં બધા લોકો રૂપિયા અને ઘરેણા લઈને ફાર્મ હાઉસ જતા રહ્યાં છે અને બેટા બહાર જતી વખતે સાબુથી હાથ ધોતો જજે મને કોરોના થયો છે એટલે હોમ ક્વોરેન્ટાઈન કરી છે.
આટલું સાંભળીને ચોર બેભાન.
•••
ભૂરોઃ તેં મારામાં એવું તો શું જોયું કે મારી સાથે લગ્ન કરવાનો નિર્ણય કર્યો?
લીલીઃ મેં તમને ઘરમાં કચરાં-પોતાં કરતા અને રસોડામાં વાસણ ઘસતા જોયા હતા તેના આધારે જ નિર્ણય લઈ લીધો હતો.

•••


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter