હાસ્ય - જોક્સ

Wednesday 16th February 2022 06:31 EST
 
 

જિગોઃ મેં તો તને બે ફૂલ લાવવાનું કહ્યું હતું, તો તું આખો છોડ કેમ તોડી લાવ્યો?
ભૂરોઃ એટલા માટે કે ત્યાં ‘ફૂલો તોડવાની મનાઈ છે’ તેવું પાટિયું માર્યું હતું.!
•••
લીલીઃ લો, આ પેરાસિટામોલ ગળી લો.
ભૂરોઃ ડાર્લિંગ, અચાનક મારી આટલી બધી કાળજી માટે તારો આભાર... પણ હું એકદમ ફીટ, ફ્રેશ અને એનર્જેટિક જ છું, કોઇ તકલીફ નથી.
લીલીઃ વાહ, બહુ સરસ... તો હવે એક પણ બહાનું કાઢ્યા વિના આ લો સાવરણી અને બધા રૂમમાં ફરીને જાળા પાડી લો.
•••
ભૂરોઃ હું તો ત્રાસી ગયો છું... દરરોજ સવારે ઊંઘમાંથી ઊઠું છે ત્યારે અડધો કલાક સુધી મને ચક્કર જ આવ્યા કરે છે.
જિગોઃ એક કામ કર. દરરોજ આવું થતું હોય તો અડધો કલાક મોડા ઊઠવાનું રાખ.
•••
ભૂરોઃ આપણાં સગાં-વ્હાલાઓ પણ ગજબના હોય છે.
જિગોઃ કેમ?
ભૂરોઃ પગાર ઓછો કહીએ તો ઈજ્જત ના આપે અને વધારે કહીએ તો ઉધાર માંગે. સમજાતું નથી કે ઈજ્જત બચાવવી કે ધન!
•••
જિગોઃ પ્રિયે આપણે આપણી મેરેજ એનિવર્સરી ચાંદ પર મનાવીશું?
ચંપાઃ ના હોં મારે નથી આવવું ત્યાં...
જિગોઃ કેમ તને શું વાંધો છે આવવામાં?
ચંપાઃ કારણ કે, ત્યાં કોઈ સોશિયલ મીડિયા ચાલતા નથી સેલ્ફી કેમ અપલોડ કરવી?
•••
જિગોઃ (દીકરા પર ગુસ્સો કરતાં) એક કામ બરાબર નથી થતું ને તારાથી. તને ફુદીનો લાવવાનું કહ્યું હતું અને કોથમીર લઈ આવ્યો? તને તો ઘરમાંથી કાઢી જ મૂકવો જોઈએ.
ભૂરોઃ પપ્પા, ચાલો આપણે બન્ને સાથે જ બહાર નીકળીએ.
જિગોઃ કેમ?
ભૂરોઃ મમ્મી કહેતી હતી કે આ મેથી છે!
•••
જિગોઃ આ ધરતી અને ચંદ્ર વચ્ચે શું સંબંધ છે?
ભૂરોઃ ધરતીને આપણે માતા કહીએ અને ચંદ્રને મામા કરીએ છીએ. માટે આ બંને વચ્ચે ભાઈબહેનનો સંબંધ છે.
•••
ભૂરોઃ હેલ્લો, વેક્સિનેશન સેન્ટર? મને વેક્સિન લીધા પછી બધું ઝાંખું દેખાય છે.
નર્સઃ હા જી.... અમે તમને જ ફોન કરવાના હતા, તમે તમારાં ચશ્માં અહીં ભૂલી ગયા છો.
•••
બે વૃદ્ધ મિત્રો ખૂબ ક્રિકેટરસિયા હતા.
એક મિત્ર મરણપથારીએ હતો ત્યારે બીજો કહે, ‘તું મર્યા પછી સ્વર્ગમાં ક્રિકેટ રમાય છે કે નહીં તે મને કહેજે.’
થોડા દિવસ બાદ મૃત્યુ પામેલો મિત્ર બીજા મિત્રના સપનાંમાં આવ્યો અને કહ્યું એક સારા સમાચાર છે કે સ્વર્ગમાં ક્રિકેટ હોય છે, અમે રોજ ક્રિકેટ રમીએ છીએ અને ખરાબ સમાચાર એ છે કે આવતાં રવિવારની મેચમાં તારે બોલિંગ કરવાની છે.
•••


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter