હાસ્ય - જોક્સ

હાસ્ય - જોક્સ

Wednesday 16th March 2022 06:26 EDT
 
 

ચંદુ ડોક્ટરને કહે, સાહેબ મને ઊંઘ નથી આવતી.
ડોક્ટરે પૂછ્યુંઃ શું થાય છે?
ચંદુ કહે, મને બીક લાગ્યા કરે છે કે પલંગની નીચે કોઈ છે!
ડોક્ટર કહે, આ તો મનનો વહેમ છે. ૧૦ બેઠકોમાં દૂર કરી દઈશ. 300 પાઉન્ડ થશે.
ચંદુ સારું કહીને ગયો. ૧૫ દિવસ પછી ચંદુ બજારમાં ડોક્ટરને મળી ગયો.
ડોક્ટરે કહ્યું, અરે તમે ઈલાજ કરાવવા કેમ ન આવ્યા?
ચંદુઃ મારા ફ્રેન્ડે સાવ મફતમાં ઈલાજ કરાવી આપ્યો. મેં પલંગ જ વેચી નાંખ્યો. હવે નીચે ગાદલું પાથરીને સુઈ જાઉં છું.
•••
ચંપાઃ આ વખતે તમે આવતી દિવાળીમાં બોનસ આપવામાં કંજૂસાઈ કરી તો હું અઠવાડિયાની રજા રાખીને તમને વાસણ ઘસતા કરી દઈશ.
લીલીઃ દિવાળીમાં તારા શેઠને બહાર નથી જવાનું હોતું અને ઘરે જ હોય છે. તું તારે અઠવાડિયાની નહીં મહિનાની રજા રાખજે, બાકી બોનસ તો હું નક્કી કરીશ એટલું જ મળશે.
•••
ચંદુ (મનુને)ઃ મને બે પ્રકારની છોકરીઓ જરાય પસંદ નથી.
મનુઃ કઈ બે?
ચંદુઃ એક જે મારી સાથે વાત ન કરે તે અને બીજી જે અન્ય છોકરાઓ સાથે વાત કરે તે.
•••


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter