હાસ્ય

Wednesday 23rd April 2025 08:21 EDT
 
 

પત્ની: જ્યારે જ્યારે હું ગીત ગાઉં છું ત્યારે ત્યારે તમે કેમ ગેલેરીમાં જઇને અદબ વાળીને ઉભા રહી જાવ છો?
પતિ: એટલા માટે કે લોકોને એમ ન લાગે કે હું તારું ગળું દબાવી રહ્યો છું!

•••
પત્ની (પતિને): સાંભળો છો, તમે હવે બીટ ખાવાનું રાખો
પતિ: પણ કેમ?
પત્ની: તેનાથી લોહી સારું અને લાલ થાય છે એટલે...
પતિ: તો તારે હવે લોહી પણ હાઇ ક્વોલિટીનું પીવું છે એમ ને...
•••
શિક્ષક: બોલ ચંગુ, પૃથ્વી પર સૌથી જૂનું પ્રાણી કયું છે?
ચંગુ: સાહેબ, ઝિબ્રા...
શિક્ષક: એ કઈ રીતે?
ચંગુ: આજના કલરફુલ જમાનામાં પણ તેણે બ્લેક એન્ડ વ્હાઇટ છે...
•••
શિક્ષકે વિદ્યાર્થીના પિતાને ફોન કર્યો.
શિક્ષક: જલદી સ્કૂલે આવો, તમારો છોકરો બહું તોફાન કરે છે.
પિતા: એ તો ઘરમાં પણ તોફાન કરે છે. પણ અમે તમને ફોન કરીને તમને બોલાવ્યા?
•••
શહેરમાં ચાર રસ્તા પાસે ખૂબ બધાં વાહનો જમા થઈ ગયાં હતાં. એક બાઈકવાળાએ સિગ્નલ તોડ્યું ને એ સફાઈથી નીકળી ગયો. એનું જોઈને બીજો બાઈકવાળાએ પણ સિગ્નલ તોડ્યું. એની પાછળ ત્રીજો, પછી ચોથો...
તરત જ ટ્રાફિક પોલીસ હરકતમાં આવી ગયા. એમણે તરત બીજા, ત્રીજા અને ચોથા બાઈકવાળાને પકડયા, સાઇડમાં ઊભા રાખ્યા અને ચલણ ફાડવાનું શરૂ કર્યું. પકડાયેલા બાઈકસવારોએ કહ્યું કે સાહેબ, આવો અન્યાય તો ન જ ચાલે. તમે પહેલા બાઈકવાળાને કેમ જવા દીધો? સૌથી પહેલાં તો એણે જ સિગ્નલ તોડયું હતું.
ટ્રાફિક પોલીસ તરત બોલ્યોઃ ‘અરે એ તો અમારી જ માર્કેટિંગ ટીમનો માણસ છે. એ આગળથી યુ-ટર્ન મારીને હમણાં પાછો અહીં જ આવશે ને પાછો સિગ્નલ તોડશે. અમારે પણ ટાર્ગેટ પૂરો કરવાનો હોય ને!’ આને કહેવાય માર્ચ એન્ડિંગ!
•••


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter