આઈપીએલ ક્રિકેટની શરૂઆત એટલા માટે થઈ હતી કે દરેક રાજ્યમાંથી ચાર-પાંચ સારા ખેલાડીઓ મળી શકે.
પણ થયું છે સાવ અવળું.
હવે દરેક ગામમાંથી ચાલીસ-પચાસ જુગારીઓ મળે છે!
•••
ડોક્ટરને સમજાતું નહોતું કે દર્દીને કેવી રીતે કહેવું કે તે એકદમ સિરિયસ છે અને તે હવે બચે તેવી કોઇ શક્યતા નથી. થોડી વાર ખૂબ વિચાર્યા પછી ડોક્ટરે દર્દીને કહ્યું, ‘તમારે તમારા મોબાઈલમાંથી કંઈ ડિલિટ કરવું હોય તો કરી નાખજો...’
•••
ઇનો બનાવતી કંપનીએ સપનામાં પણ નહીં વિચાર્યું હોય કે, ગેસ-એસિડિટીની આ દવાનો ઉપયોગ ભારતીયો કેક અને ઢોકળાં બનાવવામાં કરશે. અને વળી, અઢળક ઢોકળાં ખાઈને એસિડીટી થશે તો મારા બેટા પાછું એક ઈનોનું પાઉચ પેટમાં પધરાવશે!
•••
પૃથ્વી, અગ્નિ, જળ, આકાશ, વાયુ... આ પાંચ તત્ત્વોથી મનુષ્ય બને.
એમાં પેન કાર્ડ અને આધાર કાર્ડ જોડો તો આ સાત તત્ત્વોથી ભારતીય બને છે.
એમાં થેપલાં અને ઢોકળા જોડો તો આ નવ તત્ત્વોથી ગુજરાતી બને છે.
આમાં ગાંઠિયા, ઘૂઘરા, પેંડા, ચેવડો-ચટણી, આઈસ્ક્રીમ ગોલા અને બપોરે 1થી 4 વાગ્યાની ઊંઘ જોડો તો આ પંદર તત્ત્વોથી આ જ મનુષ્ય પ્યોર કાઠિયાવાડીનું સ્વરૂપ ધારણ કરી લે છે!
•••
ડોનાલ્ડ ટ્રમ્પઃ ‘હું જે ટેરિફ લગાડી રહ્યો છું તે મારા વાળ જેવા છે – જરાય પરફેક્ટ નહીં, મોટા, તરત ધ્યાન ખેંચનારા અને સૌને જેના વિશે વાતો કરવાનું મન થાય એવા!’
•••
મનિયો: ભાઈ, તારું ઇતિહાસનું પેપર કેવું ગયું હતું?
ટીનિયો: જવા દે ને યાર...
મનિયો: કેમ ભાઈ શું થયું?
ટીનિયો: અરે મારા જન્મ પહેલાના સવાલો પૂછાયા હતા, મને શું આવડે?
•••
અંકલ: ફ્રી ટાઇમમાં શું કરો છો, બેટા?
છોકરો: જી, ફોન ચાર્જ કરું છું.
અંકલ: અને ફ્રી ક્યારે થાવ છો?
છોકરો: જ્યારે ફોનની બેટરી પતી જાય!
•••
ચંગુ ટ્રેનમાં યાત્રા કરી રહ્યો હતો ત્યારે સામેની સીટ પર બેસેલા માસીએ પૂછયુંઃ તું ક્યાંનો છે બેટા?
ચંગુ: આન્ટી મારા લગ્ન થઇ ગયા છે અને હવે હું ક્યાંયનો નથી રહ્યો!
•••
પતિ (પત્નીને): આ મહિને હું તને પૈસા નહીં આપી શકું, હાથ તંગ છે.
પત્નીઃ કોઇ વાંધો નહીં, તમે મને 500 ઉધાર આપો, તમારો પગાર આવે ત્યારે તમને પાછા આપી દઇશ!
•••