હાસ્ય

Wednesday 28th May 2025 06:45 EDT
 
 

યુવકઃ હું તારી સાથે લગ્ન નહીં કરી શકું, મારા ઘરના લોકો માનતા નથી.
યુવતીઃ તારા ઘરમાં કોણ-કોણ છે?
યુવકઃ એક પત્ની ને બે છોકરાં...

•••
પતિ (પત્નીને): જરા પાણી પીવડાવ ને...
પત્ની: કેમ શું થયું? તરસ લાગી છે?
પતિ (ગુસ્સાથી): ના, ગળું ચેક કરવું છે, ક્યાંક લીક તો નથી ને!
•••
છોકરી: આજે તો પપ્પાએ મને તારી સાથે બાઇક પર જતા જોઈ લીધી.
છોકરો: ઓહ, પછી શું થયું?
છોકરી: એ જ કે જે વાતનો ડર હતો... બસભાડાંના પૈસા પાછા લઈ લીધા.
•••
શિક્ષક: બોલો બાળકો ક્યા ઘરમાં કાયમ શાંતિ હોય છે?
ચંગુ: જે ઘરમાં પતિ અને પત્ની બંને મોબાઇલમાં રચ્યાપચ્યા રહેતા હોય ત્યાં!
•••
જજ: હત્યાની રાતે તમારા પતિના છેલ્લા શબ્દો શું હતા?
પત્ની: મારા ચશ્મા ક્યાં છે સંગીતા?
જજઃ તો આમાં હત્યા કરવા જેવી વાત ક્યાં આવે છે?
પત્ની: જજ સાહેબ મારું નામ રંજના છે!
•••
દુકાનદાર: બહેન, મેં તમને દુકાનની બધી ચંપલ બતાવી દીધી છે, હવે એકેય બાકી નથી.
મહિલા: પેલા ટેબલ પર પડેલું બોક્સ તો તમે દેખાડયું જ નથી...
દુકાનદાર: બહેન દયા કરો, એમાં મારું ટિફિન છે... ચંપલ નહીં!
•••
પત્ની: શીરામાં ખાંડ ઓછી છે.
પતિ: પણ મેં તો ઉપમા બનાવ્યો છે.
પત્ની: એમ? તો પછી તેમાં મીઠું વધારે પડતું છે.
•••
પતિ: મને છાતીમાં દુખે છે, જલ્દી એમ્બ્યુલન્સ બોલાવ.
પત્ની: હમણાં જ બોલાવું છું... જલદી તમારા મોબાઇલનો પાસવર્ડ શું છે તે કહો.
પતિ: રહેવા દે, હવે થોડું સારું લાગે છે.
•••


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter