પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો. પત્ની માર્કેટમાંથી ઝેર લાવીને ખાઈ ગઈ પરંતુ તે મરી નહીં, બીમાર પડી.
પતિએ ગુસ્સાથી કહ્યુંઃ એકસો વાર કહ્યું છે કે વસ્તુ જોઈને ખરીદ, પૈસા પણ ગયા અને કામ પણ ન થયું.
•••
છોકરો: બાબા, એન્જિનિયર છું, પણ નોકરી નથી મળી રહી.
બાબા: બેટા કંઈ બ્રાન્ચ છે?
છોકરો: ઇલેક્ટ્રિકલ...
બાબા: રહેવા દે બેટા, હું પણ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર છું.
•••
બાબુ ગણિતમાં 100માંથી 90 માર્ક્સ લાવ્યો. એના પિતાએ એને ખૂબ માર્યો. કહે, ‘સાચું બોલ, આ નવડા પાછળ મીડું તેં જાતે ઉમેર્યું છેને?’
બાબુ કહે, ‘ના પપ્પા...’
ફાધરે એને વધારે ઠમઠોર્યો, ‘હજુ ખોટું બોલે છે? માર્કશીટમાં તે 9ની પાછળ ઝીરો તેં જાતે નથી લખી નાખ્યો?’
આખરે બાબુએ ભૂલ કબૂલ કરી, ‘ના, મેં ઝીરો નહીં, નવડો જાતે લખી નાખ્યો છે...!’
•••
ભગલો એક વાર જ્યોતિષી પાસે ગયો. કહે, ‘પંડિતજી, મારી કુંડળી જોઈને કહો કે મારાં લગ્ન કેમ થતાં નથી?’
પંડિતજીએ બિલોરી કાચ હાથમાં લઈને ધ્યાનથી ભગલાની આખી કુંડળી ચકાસી, એની હસ્તરેખાઓ પણ ચેક કરી. પછી કહે, ‘અરે ગાંડા, આમાં તારાં લગ્ન ક્યાંથી થાય? તારા નસીબમાં તો સુખ જ સુખ લખાયું છે!’
•••
ચંગુએ ગર્લફ્રેન્ડને કહ્યું: ‘બોલ વહાલી તારે કયો ફોન જોઈએ છે?’
ગર્લફ્રેન્ડઃ સફરજનમાં બટકું ભરેલું હોય છે એ ફોન જાનુ...
ચંગુ: ગાંડી એવા એઠાં ફોન લેવાતા હશે?
•••
એન્જિનિયરિંગ કોલેજના પ્રોફેસરોને વિમાનમાં બેસાડવામાં આવ્યા પછી સૂચના અપાઈ કે તે પ્લેન તેમના વિદ્યાર્થીઓ દ્વારા બનાવાયું છે... આ સાંભળીને તમામ પ્રોફેસર ડરના માર્યા પ્લેનમાંથી ઉતરી ગયા પણ પ્રિન્સિપાલ ના ઉતર્યા. એરહોસ્ટેસે પૂછયુંઃ સર, તમે કેમ ન ઉતર્યા?
પ્રિન્સિપાલે કહ્યુંઃ મને વિશ્વાસ છે કે, આ પ્લેન ચાલુ જ નહીં થાય.
•••